આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ૭૪ માં સ્વતંત્રદિન નીમિતે કેન્દ્રિય રાજ્ય કૃષિ મંત્રી પરશોત્તંભાઈ રૂપાલા ના વરદ હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો
આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ૭૪ માં સ્વતંત્રદિન નીમિતે કેન્દ્રિય રાજ્ય કૃષિ મંત્રી પરશોત્તંભાઈ રૂપાલા ના વરદ હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો તા.૧૫ ઓગષ્ટ ના રોજ સ્વતંત્રતા દિન નિમિતે અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રિય રાજ્ય કૃષિમંત્રી પરશોતમભાઈ રૂપાલા ના વરદ હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું આ તકે કોવિડ ૧૯ ની મહામારી ને ધ્યાન માં લઈ ને સોશયલ ડિસ્ટન્સ નું ચુસ્ત રીતે પાલન કરવામાં આવેલ હતું
તેમજ પ્રદેશ ભાજપ ની સૂચના અનુસાર દરેક કાર્યકર્તા ઓને સમાજ સેવા સ્વચ્છ અભિયાન બેટી બચાવો વૃક્ષા રોપણ સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ આત્મનિર્ભર ભારત Vocal for Local ના વિચાર ને લઈ ને જીવન માં સ્વદેશી વસ્તુ નો આગ્રહ રાખવાનો સંકલ્પ લેવડાવામાં આવેલ
આ તકે રાષ્ટ્રીય સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણી જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા મહા મંત્રી કૌશિક વેકરીયા તથા જિલ્લા ભાજપ ના હોદેદારો કાર્યકર્તા ઑ હજાર રહ્યા હતા
Recent Comments