fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરના તમામ મેઇન રસ્તાઓ તુટી ગયા છે ત્યારે તુટેલા રસ્તાઓ માટે સતાધીશો પાસે કોઇ નકકર આયોજન નથી : પાલીકા સદસ્ય મહેતા- ચૌહાણ

હવે તો હદ છે.. ખાડામાં રસ્તો છે કે પછી રસ્તા માં ખાડા છે  મણકા ખસી જાય તેવા રસ્તાના ખાડાઓથી લોકો ત્રાહિમામ  સાવરકુંડલા શહેરના મુખ્ય રસ્તાઓ ની બિસ્માર હાલત નગરપાલિકા સતાધીશો શહેરની જનતા ને શહેર ના મુખ્ય રસ્તાઓ માથી એકાદ સારો રસ્તો તો બતાવો…? સાવરકુંડલા શહેરી વિસ્તારમાં નગરપાલિકા ની પાંચ વર્ષની ટર્મ પુરી થવા આવી શહેર માં વિકાસ ના બુણગા ફુકતા પાલીકા સતાધિશો અને કહેવાતા ક્રોગ્રેસના નેતાઓ લોકોને સુવિધા આપવામાં નિષ્ફળ નિવડીયા છે.
શહેર ના તુટેલા મુખ્ય રસ્તાઓના ખાડાઓ માં થીંગડા મારવા માટે અનેક વખત લેખિત તેમજ મૌખિક રજુઆતો કરેલ છે અને પ્રેસના માધ્યમથી અખબારો માં રસ્તાઓ માં પડેલા ખાડાઓ ના સમાચારો પ્રસિધ્ધ થયા છે છતાયૈ ક્રોગ્રેસ શાસીત નગરપાલિકાના સતાધીશો અને કહેવાતા ક્રોગ્રેસના નેતાઓને લોકોના પ્રાણ પ્રશ્નો ઉકેલવા મા રસ નથી. નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા અને ધર્મેન્દ્ર ચૌહાણે જણાવ્યું છે કે સાવરકુંડલા શહેર ના મુખ્ય રસ્તાઓ એટલા હદે બિસ્માર હાલતમાં છે તેની હવે હદ થઇ છે શહેરના મેઇન બજાર , હાથસણી રોડ, પોસ્ટ ઓફિસ રોડ, અક્ષર મંદિર પુલ વાળો રોડ, મેઘજી પેથરાજ છાત્રાલય વાળો રોડ તાલુકા શાળા થી ઇન્દિરા વસાહત સુધી નો રોડ ની સૌથી વધુ ખરાબ હાલત છે લોકોને વાહન ચલાવવા મુશ્કેલ બન્યા છે રાહદારીઓ પણ ચાલી શકતા નથી અને અકસ્માત નો ભય ઉભો થયો છે. અક્ષર મંદિર પુલ પાસે પણ ખાડા નુ સામ્રાજ્ય ઉભુ થયુ છે.
વધુમાં નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા અને ધર્મેન્દ્ર ચૌહાણે એ જણાવ્યું છે કે સત્ય તો સ્વીકારો અને કુદરત નો ડર રાખો આમા પક્ષા – પક્ષી કરોમાં આવુ રાજકારણ રમવા નુ બંધ કરો જો આ મેઇન રસ્તાઓ માં ખાડા પડયા ન હોય તો તમારા આત્મા ને પુછો..? આ મેઇન રસ્તાઓ માં તમો બધાય કેટલી વાર વાહન લઇ ને નિકળો છો છતાયૈ આંખ આડા કાન શુ કામ કરો છો…?
અમુક મેઇન રસ્તાઓ માં વરસાદ ને કારણે રસ્તા ઉપર માટી ના થર જામ્યા છે જેથી વાહન ચાલકો ની ગાડી સ્લીપ થાય છે રસ્તા ઉપર માટી ના થર તો કઢાવોરાજય સરકારે યુ. ડી. પી. – ૮૮ હેઠળ સાવરકુંડલા શહેરના વિકાસ માટે રૂ।. સાડા ત્રણ કરોડની ગ્રાન્ટ આપવામાં આવી હતી જેમા નગરપાલિકા માં ક્રોગ્રસ શાસિત સતાધીશો એ પક્ષ – પાત વલણ રાખીને ગ્રાન્ટ નુ ક્રોગ્રેસ ના વિસ્તારોમાં આયોજન કરી નાખ્યું. ત્યારે આ નગરપાલિકા સતાધીશો કે પછી કહેવાતા ક્રોગ્રસ ના નેતાઓ ને સાવરકુંડલા ના મેઇન રસ્તાઓ ના ખાડાઓ યાદ ન આવ્યા…?
લોકો તો નગરપાલિકા ક્રોગ્રસ શાસીત સતાધીશો ને ઓળખી ગયા છે. વધુ મા નગરપાલીકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા અને ધર્મેન્દ્ર ચૌહાણે જણાવ્યું છે કે , શહેરના મેઇન રસ્તાઓ માં ખાડા પડયા છે જેથી લોકો ખુબજ હાલાકી ભોગવી રહ્યા છે છતાયે શહેર ના મેઇન રસ્તાઓ આયોજન માં લીધા નથી અને આ ગ્રાન્ટ નુ આયોજન ક્રોગ્રેસ શાસિત સતાધીશો અને કહેવાતા ક્રોગ્રેસ ના નેતાએ પક્ષ – પાત વલણ રાખીને ભાજપના ચૂંટાયેલા સદસ્યો ના વિસ્તારો ને અન્યાય કર્યો છે લોકો કયારે માફ નહીં કરે સાવરકુંડલા શહેરી વિસ્તારમાં લોકો પરસેવો પાડીને વેરા ભરે છે છતાયે શહેરીજનો ને પરાણે મેઇન રસ્તાઓ ના ખાડાઓ નો ત્રાસ સહન કરવો પડે છે તે કેટલે અંશે વ્યાજબી છે?

Follow Me:

Related Posts