અમરેલી જિલ્લાનાં કોરોના વોરિયર્સ બનેલ ડો. ભરતકાનાબારે કોરોનાને ઝુકાવી દીધો
કોરોનાકાળમાં ગરીબોનાં બેલી બનીને શ્રેષ્ઠ કામગીરી કરનાર અમરેલી જિલ્લાનાં કોરોના વોરિયર્સ બનેલ ડો. ભરતકાનાબારે કોરોનાને ઝુકાવી દીધો સુપ્રસિઘ્ધ ગાયિકા લત્તા મંગેશકરે શુભેચ્છા પાઠવી અમરેલી જિલ્લા ભાજપનાં પૂર્વ પ્રમુખ અને કોરોનાકાળમાં ગરીબો અને જરૂરિયાતમંદો તેમજ ખેડૂતો માટે શ્રેષ્ઠ કામગીરી કરનાર ડો. ભરત કાનાબારે કોરોના સામે જંગ જીતી લીધો છે.તેઓને આજથી 14 દિવસ પહેલા કોરોનાનાં લક્ષણો જણાતા તેઓએ પોતાના ઘરે કોરેન્ટાઈન થઈને નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન મેળવીને કોરોનાને પરાજિત કરી દીધો છે. તેઓનાં ધર્મપત્નિએ કોરોના સામેનો જંગ જીતી લીધો છે. તેઓને અમદાવાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ડો. ભરત કાનાબાર ઝડપથી સ્વસ્થ બને તે માટે સુપ્રસિઘ્ધ ગાયિકા લત્તા મંગેશકરે પણ પ્રાર્થના કરી હોવાનું લત્તાજીનાં પીએ મહેશભાઈ રાઠોડે જણાવતાં ડો. ભરત કાનાબારે લત્તાજીનો પણ આભાર માન્યો હતો.
Recent Comments