fbpx
અમરેલી

અપહરણનાં ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી

અમરેલી પોલીસ અધિક્ષક .નિર્લિપ્‍ત રાય  નાઓએ ગુન્‍હો આચરી નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી તેમના વિરૂધ્‍ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્‍લા  પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે અમરેલી એલ.સી.બી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. . આર. કે. કરમટા, તથા પો.સબ ઇન્‍સ.  પી. એન. મોરી નાઓની રાહબરી નીચે એલ.સી.બી.ટીમે ચોક્કસ બાતમી મેળવી અપહરણનો ગુન્‍હો કરી નાસતા ફરતાં આરોપીને સાવરકુંડલા – ખાંભા ચોકડી પાસેથી પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે.
સાવરકુંડલા રૂરલ પો.સ્‍ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૩૨૦૦૫૧૫/ ૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬ વિ. મુજબ ના ગુન્‍હાનાં કામે ફરિયાદીએ પોતાની સગીર વયની દિકરીને આ કામનો આરોપી ચંદુ ધનજીભાઇ શીયાળ રહે.સરતાનપર તા.તળાજા જી.ભાવનગર વાળો તા.૨૮/૦૫/૨૦૨૦ ના રોજ પોતાના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ભગાડી ગયેલ હોવાની ફરિયાદ આપેલ હતી. જે ગુન્‍હાનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો.
પકડાયેલ આરોપીઃ
ચંદુ ધનજીભાઇ શીયાળ, ઉં.વ.૨૫, ધંધો.મજુરી, રહે. સરતાનપર તા.તળાજા જી.ભાવનગર વાળાને આજરોજ તા.૨૪/૦૮/૨૦૨૦ ના રોજ પકડી પાડેલ છે. અને આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશન માં સોંપી આપેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક .નિર્લિપ્‍ત રાય  નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ.આર.કે.કરમટા તથા પો.સ.ઇ..પી.એન.મોરી અને એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે

Follow Me:

Related Posts