fbpx
અમરેલી

લાઠીના છભાડીયા ગામે મકાનની દીવાલ થઈ ધરાશાહી

અમરેલી જિલ્લાનાં લાઠીમાં છેલ્લા પાંચ દિવસથી અવિરત વરસાદથી ગાગડીયો નદી બે કાંઠે.
અમરેલી જીલ્લામાં સતત પાંચ દિવસથી મેઘતાંડવ જનજીવન પર માઠી અસર પડી રહી છે.
લાઠી પંથકમાં આજે તા.૨૪-૮-૨૦ ના રોજ રૂદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ ઉપરવાસમાં ભારે પડેલાં વરસાદને કારણે ભાદાણી ડેમ ઓવરફ્લો થતાં ગાગડીયો નદી બે કાંઠે વહેતી થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો એકત્રિત થતા.સાવચેતીના પગલે અવર જવર ઉપર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે.
અતિશય વરસાદના કારણે નિલકંઠ શેરીમાં એક મકાનમાં દિવાલ ધરાશાયી થવાનો બનાવ બનવા પામ્યો હતો.કોઈ જાનહાની થવા પામેલ નથી.

Follow Me:

Related Posts