fbpx
અમરેલી

અમરેલીના ઠેબી ડેમના બે દરવાજાઓ ખોલાયા,બે દરવાજાઓ 1-1 ફૂટ ખોલાયા,નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ

સમી સાંજે અમરેલીનો ઠેબી ડેમ ઓવરફ્લો થયો. અમરેલી શહેર અને જિલ્લામાં શ્રીકાર વર્ષા બપોરે 2 વાગ્યા સુધીમાં વડીયામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ,
છેલ્લા સતત 3 દિવસથી અમરેલી જિલ્લાને ધીમી ધારે વરસાદ ભીંજવી રહ્યો છે. આજે સવારથી જ બપોર સુધીમાં અમરેલી શહેર સહિત જિલ્લામાં 1 ઈંચ થી 4 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. ગઈકાલે લગભગ આખી રાત અમરેલી શહેરમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. આજે સમી સાંજે અમરેલી શહેરને પાણી પૂરું પાડતો ઠેબી ડેમ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઓવરફ્લો થઈ ગયો હતો. આજે સવારે 6 વાગ્યા થી બપોરે 2 વાગ્યા સુધીમાં અમરેલી જિલ્લામાં સૌથી વધારે વરસાદ વડીયામાં ચાર ઈંચ પડ્યો હતો જ્યારે લીલીયામાં ત્રણ ઇંચ, બગસરામાં અઢી ઇંચ, અમરેલી શહેર, લાઠી તેમજ બાબરમાં દોઢ ઈંચ, ધારીમાં એક ઇંચ તથા ખાંભા અને સાવરકુંડલા માં પોણો ઇંચ વરસાદ ખાબક્યો હતો. સતત વરસતા વરસાદને કારણે ખેતીના ઉભા પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે અત્યારે દરેક ખેડૂત હવે થોડા દિવસ વરુણદેવને ખમૈયા કરવાનું આહવાન કરી રહ્યા છે હવે ઉભા પાકને થોડો વરાપ અને તડકાની ખાસ જરૂર છે. અન્યથા આ વર્ષે પાક ને બહુ મોટું નુકસાન થશે તેવી ભીતિ સેવી રહ્યા છે.

Follow Me:

Related Posts