fbpx
અમરેલી

ટેકાના ભાવની મગફળી અને અતિવૃષ્ટિ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન ગ્રામ પંચાયત થી ચાલુ કરવાની મુખ્યમંત્રી ને રજુઆત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

હાલમાં મગમફી અને અતિવૃષ્ટિ નું ઓનલાઇન રજીસ્ટ્રેશન ચાલુ થયું છે પણ હાલમાં વી.સી. ની હડતાલના કારણે ગામડાના ખેડૂતોને મગમફીનું રજીસ્ટ્રેશન માર્કેટયાર્ડમા જવું પડે છે અને અતિવૃષ્ટિએ નું પણ ઓનલાઇન રજીસ્ટ્રેશન પંચાયત વી.સી. ની હડતાલ ના કારણે થતું નથી જેથી ખેડૂતો હાલ તો અતિવૃષ્ટિ ના કારણે નિરાશા ભોગવી રહ્યા છે જેથી તત્કાલ વી.સી. નો માંગણી સ્વીકારી તત્કાલ ગામડે ગામડે રજીસ્ટ્રેશન ચાલુ કરાવી. હાલ કોરોનાની મહામારીમાં માર્કેટયાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો રજીસ્ટ્રેશન માટે જાય છે જેથી કોરોનાની મહામારીમાં ગામડે ગામડે ઓનલાઇન રજીસ્ટ્રેશન ચાલુ કરવાની અને વી.સી. ની માંગણી સ્વીકારી હડતાલ બંધ કરાવીની રજૂઆત મુખ્યમંત્રી પાસે કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

Follow Me:

Related Posts