fbpx
અમરેલી

નાગેશ્રી પોલીસ સ્ટેશનનાં અસંખ્ય ગુન્હાનો આરોપી જે અમરેલી, ભાવનગર, જુનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, તથા રાજકોટ જીલ્લામાંથી તડીપાર (હદપાર) થયેલ હોય, જે તડીપાર (હદપાર) ભંગ કરેલ ઈસમને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

પોલીસ અધીક્ષક નિર્લિપ્ત રાય અમરેલી નાઓએ પેરોલ-ફર્લો ફરારી આરોપીઓની સંખ્યામાં સતત વઘારો થતો રહેતો હોય, જેથી આવા પેરોલ-ફર્લો ફરારી આરોપી/કેદીઓ પકડવા અંગે ભાવનગર રેન્જનાં જીલ્લાઓનાં નાસતાં-ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ તથા ફરાર કેદીઓ અંગે માહીતી મેળવી નાસતા-ફરતા આરોપીઓ તથા તડીપાર થયેલ ઈસમો વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી જેલ હવાલે કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે એસ.ઓ.જી. અમરેલીના પો.સ.ઈ. એમ.એ.મોરી તથા એસ.ઓ.જી.ટીમ રાજુલા પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન ચોક્કસ બાતમી આધારે નાગેશ્રી પોલીસ સ્ટેશનનાં અસંખ્ય ગુન્હાનો આરોપી જે *અમરેલી જીલ્લા સહીત, ભાવનગર, જુનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, તથા રાજકોટ જીલ્લામાંથી તડીપાર (હદપાર) થયેલ હોય, જે તડીપાર (હદપાર) ભંગ કરેલ ઈસમને રાજુલા તાલુકાનાં હીંડોરણા ગામે પુલની આગળ કાતર ચોકડી પાસેથી ઝડપી પાડેલ છે. મજકુર પકડાયેલ ઈસમ આ અગાઉ એસ.ઓ.જી.ટીમ દ્વારા તા.૧૬/૦૯/૨૦૨૦ નાં રોજ ઝડપી પાડેલ હતો અને નાગેશ્રી પોલીસ સ્ટેશન હવાલે આગળની ઘટતી કાર્યવાહી અર્થે સોંપવામાં આવેલ હતો તેમ છતા આજરોજ ફરી ઝડપાયેલ છે.   

પકડાયેલ આરોપી
અજયભાઇ અશોકભાઇ વરૂ ઉવ.૨૫, રહે.નાગેશ્રી તા.જાફરાબાદ જી.અમરેલી.

 તડીપાર (હદપાર) થયેલ અંગેની વિગત
મજકુર પકડાયેલ ઈસમ વિરૂધ્ધ સને-૨૦૧૧ થી સને-૨૦૧૮ સુઘીમાં આઇ.પી.સી. તળેનાં ઘાક-ઘમકી, ગે.કા. મંડળી, રચી હુલ્લડ કરવા, તથા મારા મારી, તથા પ્રોહીબીશનનાં ગુન્હાઓ નોંઘાયેલ છે. જે તમામ કેસો નામદાર કોર્ટમાં ચાલવા પર તેમજ પોલીસ તપાસ પર બાકી છે તેમની આ ગુન્હાહીત પ્રવૃતિઓ ઉપર અંકુશ રાખવા અને જાહેર વ્યવસ્થા જાળવી રાખવા માટે તેમને અમરેલી જીલ્લા સહીત, જુનાગઢ, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને રાજકોટ જીલ્લામાંથી બે વર્ષની મુદ્દત માટે તડીપાર (હદપાર) હુકમ કરવામાં આવેલ હતો, જે અનુસંઘાને એસ.ઓ.જી. ટીમ અમરેલી રાજુલા પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન આ તડીપાર થયેલ ઇસમની હાજરી અંગે બાતમીરાહે હકિકત મળતાં ખરાઇ કરી આ ઇસમને તડીપાર હુકમ ભંગ બદલ ઝડપી પાડી મજકુર વિરૂધ્ધ *જી.પી.એક્ટ કલમ-૧૪૨ મુજબ ઘોરણસર ફરિયાદ રજી. કરાવી આગળની વઘુ અર્થે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

આમ, અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પો.સ.ઈ. એમ.એ.મોરી તથા એસ.ઓ.જી.ટીમ ને અમરેલી જીલ્લા સહીત ભાવનગર, જુનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, તથા રાજકોટ જીલ્લામાંથી તડીપાર (હદપાર) થયેલ હોય, જે તડીપાર (હદપાર) ભંગ કરેલ ઈસમ ઝડપી પાડવામાં સફળતા મળેલ છે

Follow Me:

Related Posts