અમરેલી જિલ્લામાં કોરોના વધુ 26 કેસઃ કુલ 2141 પોઝિટિવ કેસ નોંધાયા
અમરેલી જિલ્લામા કોરોનાને નાથવા વહીવટી તંત્ર દ્વારા નક્કર પગલાં લેવાના શરૂ કર્યા છે. બજારોમાં ફરી હેલ્થકાર્ડ વગરના દુકાનદારો સામે આકરા પગલાં, હેલ્થકાર્ડ રીન્યુ ન કરાવનાર વેપારીઓની દુકાનો સિલ કરવામાં આવી. આજે પણ તા. 2 ઓક્ટોબરના રોજ અમરેલી જિલ્લામાં વધુ 26 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2141 પર પહોંચી છે. આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર આરોગ્ય ચકાસણીની કામગીરી ચાલી રહી છે. જો કે તેમ છતા દિવસને દિવસે કેસો વધી રહ્યાં છે. હાલ 263 દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. જયારે આજે 14 દર્દી સાજા થઇ જતા હોસ્પિટલ માથી રજા આપી દેવામા આવી હતી. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 32 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2141 પર પહોંચી છે.
Recent Comments