fbpx
અમરેલી

અપહરણના ગુન્હામાં નાસતા ફરતાં આરોપીને ભોગ બનનાર સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી

અમરેલી પોલીસ અધિક્ષક .નિર્લિપ્‍ત રાય નાઓએ ગુન્‍હો આચરી નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી તેમના વિરૂધ્‍ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્‍લા  પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે અમરેલી એલ.સી.બી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. . આર. કે. કરમટા, તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમે ચોક્કસ બાતમી મેળવી અપહરણનો ગુન્‍હો કરી નાસતા ફરતાં આરોપીને ભોગ બનનારની સાથે પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે.

લાઠી પો.સ્‍ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૩૪૨૦૦૬૧૪/૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬ તથા પોકસો કલમ ૧૮ મુજબ ના ગુનાના કામે ફરિયાદીએ પોતાની સગીર વયની દિકરીને તા.૨૯/૦૨/૨૦૨૦ નાં રોજ દેરડી-જાનબાઇ ગામેથી આ કામનો આરોપી પોતાના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ભગાડી ગયેલ હોવાની ફરિયાદ આપેલ હતી. જે ગુન્‍હાનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા ભોગ બનનારની સાથે નાસતો ફરતો હતો.

પકડાયેલ આરોપીઃ-
શિવક્રિપાલ શ્રીકાંત પ્રજાપતી ઉ.વ.૨૩ રહે.લેદુરાહી, તા.ખંડવા, જી.બલીયા ( ઉતર પ્રદેશ ) વાળાને આજરોજ તા.૦૮/૧૦/૨૦૨૦ ના હસ્‍તગત કરી, આગળની કાર્યવાહી થવા લાઠી પોલીસ સ્‍ટેશન ને સોંપી આપવા કાર્યવાહી કરેલ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક .નિર્લિપ્‍ત રાય નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. . આર. કે. કરમટા, તથા પો.સ.ઇ. પી.એન. મોરી અને એલ.સી.બી.ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts