fbpx
અમરેલી

રાજકોટ મધ્યસ્‍થ જેલમાંથી પેરોલ રજા પરથી છુટી ફરાર થઇ ગયેલ કેદીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી

અમરેલી પોલીસ અધિક્ષક .નિર્લિપ્‍ત રાય નાઓએ જેલમાંથી પેરોલ/ફર્લો અને વચગાળાના જામીન ઉપરથી છુટી ફરાર આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી જેલ હવાલે કરવા અમરેલી જીલ્‍લા પોલીસ તંત્રને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે અમરેલી એલ.સી.બી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. . આર. કે. કરમટા તથા પો.સ.ઇ. પી. એન. મોરી તથા એલ.સી.બી. ટીમે ચોક્કસ બાતમી મેળવી અમરેલી તાલુકા પો.સ્ટે. પ્રોહી ફ.ગુ.ર.નં. ૯૮/૨૦૧૩, ઇ.પી.કો. કલમ ૩૭૬, તથા પોકસો એકટ ક. ૪ વિ. મુજબ ના ગુન્‍હાનાં કામે સજા ભોગવતા અને રાજકોટ મધ્યસ્‍થ જેલમાંથી વચગાળાના જામીન ઉપર છુટી ફરાર થઇ ગયેલ પાકા કામનાં કેદીને અમરેલીમાંથી પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે.

ગુન્‍હાની વિગતઃ
અમરેલી તાલુકા પો.સ્ટે. પ્રોહી ફ.ગુ.ર.નં. ૯૮/૨૦૧૩, ઇ.પી.કો. કલમ ૩૭૬, તથા પોકસો એકટ ક. ૪ વિ. મુજબનાં કામે આરોપી પંકજ ઉર્ફે પુના ભીખાભાઇ પાટડીયા રહે.અમરેલી, રોકડીયાપરા વાળાને નામ. સ્‍પેશ્‍યલ પોકસો કોર્ટ, અમરેલી નાઓએ સને ૨૦૧૪ માં ૧૦ વર્ષની કેદ, તથા રૂ.૫૦,૦૦૦/- નોં દંડની સજા કરેલ હતી અને મજકુર આરોપી રાજકોટ મધ્‍યસ્‍થ જેલ ખાતે સજા ભોગવતો હતો. નામ.ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ નાઓનાં મીસ.ક્રિમી.એપ્‍લી. નં. ૩૪/૨૦૨૦ તા.૨૧/૦૭/૨૦૨૦ આધારે મજકુર કેદીને તા.૨૯/૦૭/૨૦૨૦ થી દિન – ૧૫ ની પેરોલ રજા મંજુર કરવામાં આવેલ. મજકુર કેદીને તા.૧૪/૦૮/૨૦૨૦ નાં રોજ રાજકોટ મધ્‍યસ્‍થ જેલ પરત થવાનું હતુ પરંતુ મજકુર કેદી જેલમાં હાજર થવાનાં બદલે ફરાર થઇ ગયેલ હતો. 

પકડાયેલ આરોપીઃ
પંકજ ઉર્ફે પુનો ભીખાભાઇ પાટડીયા, ઉ.વ.૩૨, રહે.અમરેલી, રોકડીયાપરા વાળાને તા.૦૯/૧૦/૨૦૨૦ નાં હસ્‍તગત કરી, રાજકોટ મધ્‍યસ્‍થ જેલ હવાલે મોકલી આપવા કાર્યવાહી કરેલ  છે.  

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક .નિર્લિપ્‍ત રાય નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. . આર. કે. કરમટા, તથા પો.સ.ઇ. પી.એન. મોરી અને એલ.સી.બી.ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts