fbpx
અમરેલી

બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ૪૦ લાખના રોડ રસ્તાઓનું ખાત મુરત અને લોકાર્પણ કરતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર

ચમારડી ચરખા રોડનું ખાત મુરત બ્લોગ રોડનું ખાત મુરત તેમજ પાનસડામાં પણ રોડનું ખાત મુરત કરાયું ગ્રામ્ય વિસ્તારોમાં સુખાકારી સુવિધાઓ ઉપલબ્ધ થાઈ તે પ્રાથમિકતા ધારાસભ્ય ઠુંમર બાબરા તાલુકાનાના ગ્રામ્ય વિસ્તારોમાં સુખાકારી સુવિધાઓ વધુ ઉપલબ્ધ થાઈ અને ગામનો પૂરતો પ્રાથમિક વિકાસ થાય તે દિશામાં લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર કામ કરી રહ્યા છે પોતાન વિસ્તારમાં ગામના જોડતા મુખ્ય પેવર રોડ,બ્લોગ તેમજ સુવિધાપથ ની વિવિધ યોજાયા તેમજ ધારાસભ્યની ગ્રાન્ટ ફાળવી રોડ રસ્તાઓ મંજુર કરાવી વિકાસના કામોને અગ્રતા આપવામાં આવી રહી છે
    બાબરા તાલુકાના ચામરડી તેમજ પાનસડામાં રૂપિયા ૪૦ લાખના ખર્ચે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા વિકાસના ખાત મુરત કરવામાં આવ્યા હતા જેમાં ચમારડી ચરખા નો રોડનું ખાત મુરત કરાયું તેમજ  ગામની અંદર આવેલ બ્લોગ રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ પાનસડામાં સુવિધાપથ રોડનું ખાત મુરત કરવામાં આવ્યું હતું આમ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ૪૦ લાખના રૂપિયાના રોડ રસ્તાઓ મંજૂર તેનું ખાત મુરત અને લોકાર્પણ થતા ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ હતી
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરણ ખાત મુરત અને લોકાર્પણ પ્રસંગે તાલુકા કોંગ્રેસના પ્રમુખ જશતમતભાઈ ચોવટિયા,પ્રભાતભાઈ કોઠીવાળ,ધીરુભાઈ વહાણી,સરપંચ અરવિંદભાઈ મેમકીયા,રવજીભાઈ વસ્તરપરા,કરશનભાઈ ,કુલદીપભાઈ બસિયા,કિશોરભાઈ દેઠળિયા,સહિતના સ્થાનિક ગામના અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts