fbpx
અમરેલી

કુંકાવાવની પટેલ વાડીનાં પુલનું લોકાર્પણ કરતા વિપક્ષીનેતા પરેશ ધાનાણી

કુંકાવાવની પટેલ વાડીનાં પુલનું લોકાર્પણ કરતા વિપક્ષીનેતા પરેશ ધાનાણી કુંકાવાવમાં નવી બની રહેલ પટેલ વાડી ખાતે મુખ્‍ય રોડ પરની વાડી તરફ જવા માટેના રસ્‍તા માટે પુલ બનાવવા માટે કુંકાવાવ પટેલ સમાજના આગેવાનો દ્વારા ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણીને રજૂઆત કરવામાં આવી હતી. તેના અનુસંધાને અંગત રસ લઈને રાજય સભાના સાંસદ અમીબેન પાક્ષીન પાસેથી રૂા. 11 લાખ જેવી માતબર રકમની સ્‍થાનિક વિકાસ યોજના અંતર્ગત ગ્રાન્‍ટ મેળવી હતી. જેથી આ નવી પટેલ વાડી ખાતે નવો પુલ બનાવવામાં આવ્‍યો હતો. જેનું આજેપટેલ સમાજના આગેવાનોની હાજરીમાં પરેશભાઈ ધાનાણી તથા ગોબરભાઈ ભગતના હસ્‍તે ખૂલ્‍લો મૂકવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે સુરત સ્‍થિત ઉદ્યોગપતિ જાદવભાઈ સોરઠીયા, જગદીશભાઈ ભુવા, અંકલેશ્‍વરથી કૌશિકભાઈ કાછડીયાની હાજરીમાં ખૂલ્‍લો મૂકવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે સ્‍થાનિક આગેવાનો ફુલાભાઈ પેથાણી, બાવલાભાઈ મુલાણી, રવજીભાઈ કુનડીયા, સરપંચ સુભાષભાઈ ભગત, પ્રવિણભાઈ આસોદરીયા, ધનાભાઈ ડોબરીયા સહિતના આગેવાનોએ ઉપસ્‍થિત રહીને પરેશભાઈનો આભાર માન્‍યો હતો. આ પ્રસંગે વિરજીભાઈ ઠુંમરે પણ મુલાકાતને શુભેચ્‍છા પાઠવી હતી.

Follow Me:

Related Posts