fbpx
અમરેલી

GVK EMRI કુકાવાવ ૧૦૮ દ્વારા પ્રમાણિકતા નું ઉદાહણ પુરું પાડવામાં આવ્યું

તારીખ ૮/૧૦/૨૦૨૦ ગુરુવાર ના રોજ વડીયા તાલુકાના તોરી ગામના પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી કુમાનભાઈ હીરપરા ઉંમર ૪૦ અને મનુભાઈ ખીમજીભાઈ કથરોટીયા પોતાની કાર લઈ ને અમરેલી બીઆરસી માં ઓડિટ માટે જતા હતા ત્યારે મોટા આંકડિયા અને નાના ભંડારીયા ગામ ની વચ્ચે કાર નું અચાનક ઝાડ સાથે અથડાયેલા જેમાં કુમાન ભાઈ ને હાથ અને મોં પર ઈજા થયેલ હતી. તેમને સારવાર માટે કુકાવાવ ૧૦૮ માં અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. તેમની પાસે ૨ મોબાઇલ , કમ્પ્યુટર ની ૧ હાર્ડ ડિસ્ક, ૪ વહીવટી ફાઈલ, અને મોબાઇલ ની અસેસરી, તથા અગત્યના દસ્તાવેજ મળી કુલ ૫૨૦૦૦/- નો મુદ્દમાલ મનુભાઈ ખીમજીભાઈ ને સહી સલામત પરત કરી પ્રમાણિકતા નું ઉદાહરણ પૂરું પાડયું હતું.

Follow Me:

Related Posts