જાફરાબાદ જેટી વિસ્તાર ખાતે વાવાઝોડા અંગેની મોકડ્રિલ યોજાઈ

સામાન્ય રીતે આગ, પુર, ભૂકંપ, વાવાઝોડું જેવી કુદરતી કે માનવસર્જિત આકસ્મિક મુશ્કેલી વખતે લોકોએ શું કરવું તેની માહિતી માર્ગદર્શન માટે મોકડ્રિલનું આયોજન કરવામાં આવે છે. આજે જાફરાબાદ જેટી વિસ્તારમાં એન.ડી.આર.એફ. ટીમ તેમજ સ્થાનિક પોલીસ, આરોગ્ય અને વિવિધ સંલગ્ન વિભાગો દ્વારા ગતિ (સ્પીડ) વાવાઝોડા અંગે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.
એન.ડી.આર.એફ. ની ટીમ દ્વારા વાવાઝોડાની વિષમ પરિસ્થિતિમાં કરવાની થતી કામગીરી કેવી રીતે કરવી એનો લાઇવ ડેમો રજૂ કર્યો હતો. તેમજ વાવાઝોડાની ઘટનાઓમાં બચાવની કામગીરી કેવી રીતે કરવી તેની માહિતી-માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ મોકડ્રિલમાં રાજુલા પ્રાંત અધિકારી કે. એસ. ડાભી, જાફરાબાદ અને રાજુલાના અધિકારીઓ, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, પંચાયત વિભાગ, સ્થાનિક કંપનીઓના અધિકારીઓ, મરીન પોલીસ, મત્સ્યોદ્યોગ કચેરી, મેરિટાઇમ બોર્ડ ફોરેસ્ટ તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments