fbpx
અમરેલી

મહુવા-બાંન્દ્રા અને મહુવા-સુરત ટ્રેનને પુનઃરાબેતા મુજબ ચલાવવા રજૂઆત કરતા અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા

સાંસદએ કેન્દ્રીય રેલ્વે મંત્રી પીયુષ ગોયલ, કેન્દ્રીય કૃષિ મંત્રી પરશોતમભાઈ રૂપાલાજી અને મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી પત્ર દ્વારા રજૂઆત કરીઅમરેલી સંસદીય વિસ્‍તારના વ્‍યવસાય અર્થે સુરત વસવાટ કરતા લોકોની સવલત માટે
મહુવા-બાંન્દ્રા અને મહુવા-સુરત ટ્રેનને પુનઃ રાબેતા મુજબ ચાલુ કરવા બાબતે
અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા દ્વારા કેન્દ્રીય રેલ્વે મંત્રી પીયુષ ગોયલજી,
કેન્દ્રિય કૃષિ મંત્રી પરશોતમભાઈ રૂપાલાજી અને રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઈ
રૂપાણીજીને રજૂઆત કરવામાં આવેલ છે.
સાંસદ દ્વારા કરવામાં આવેલ રજૂઆત મુજબ અમરેલી સંસદીય વિસ્‍તારમાં
મહુવા-બાંન્દ્રા સુપર ફાસ્‍ટ એકસપ્રેસ (ટ્રેન નં. રર990 અને રર994) અઠવાડીયામાં બે વાર
અને મહુવા-સુરત સુપર ફાસ્‍ટ એકસપ્રેસ (ટ્રેન નં. 1ર946) અઠવાડીયામાં એક વાર સુપર
ચાલી રહી હતી. પરંતુ વૈશ્વિક મહામારી કોરોના (કોવિડ-19) ના કારણે કેન્દ્ર
સરકાર તરફથી સમગ્ર દેશમાં ટ્રેન સેવાઓ બંધ કરવામાં આવેલ હતી.
સાંસદએ રજૂઆતમાં વધુમાં જણાવેલ છે કે, હાલમાં દેશનાતમામ
જીલ્લાઓમાં ધીમે ધીમે ટ્રેન સેવાઓ ચાલુ થયેલ છે અને આગામી દિવસોમાં નવરાત્રી,
દશેરા, દિપાવલી અને નૂતન વષૅ જેવા તહેવારો પણ આવી રહયા છે. સૌરાષ્‍ટ્રના
ખાસ કરીને અમરેલી સંસદીય વિસ્‍તારના મોટા ભાગના લોકો વ્‍યવસાય અર્થે સુરત શહેર સાથે સંકળાયેલા છે

Follow Me:

Related Posts