fbpx
અમરેલી

અમરેલી તાલુકા પો.સ્ટે., વિસ્તારમાં જુગાર રમતા ૬ (છ) ઇસમોને રોકડ રકમ, મોબાઇલ સહિત કુલ કિ.રૂા.૧,૦૪,૪૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય નાઓ જીલ્‍લામાંથી જુગારની બદીને સદંત્તર દુર કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય, અને આવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે આજરોજ તા.૧૫/૧૦/૨૦૨૦ નાં રોજ અમરેલી તાલુકા પો.સ્ટે., વિસ્તારમાં એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી સબંઘે પેટ્રોલીંગમાં હતા દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે, હસમુખભાઇ બાલુભાઇ ગોલ રહે.કમીગઢ તા.જી. અમરેલી વાળાની કેરાળા રોડે આવેલ વાડી-ખેતરે જવાના કાચા માર્ગનાં ખુલ્લા પટમાં કેટલાક ઇસમો ગોળ કુંડાળુ વળી પૈસા-પાના વડે તીન પત્તી નામનો હાર જીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એસ.ઓ.જી. પો.સ.ઇ. એમ.એ.મોરી તથા એસ.ઓ.જી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા છ ઈસમોને જુગાર રમતા ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

રેઇડ દરમ્‍યાન પકડાયેલ ઇસમો
ઇશ્વરભાઇ છગનભાઇ સોરઠીયા, ઉવ-૫૦, ધંધો.ખેતી, રહે.કમીગઢ નિશાળની પાસે, તા.જી.અમરેલી હાલ અમદાવાદ નીકોલ, નરોડા, સારથી કોમ્પ્લેક્ષ જી.અમદાવાદ. 
અશોકભાઇ ભુપતભાઇ ગોજારીયા, ઉવ.૪૯, ધંધો.ખેતી, રહે.કમીગઢ, પ્લોટ વિસ્તાર, તા.જી.અમરેલી. 
દલપતભાઇ ઘુસાભાઇ કીકણી, ઉવ.૫૨, ધંધો.ખેતી, રહે.કમીગઢ, પ્રાથમીક શાળા પાસે તા.જી. અમરેલી
રૂપેશભાઇ દોલુભાઇ પરમાર, ઉવ.૪૦, ધંધો.પાનનો ગલ્લો, રહે.ચિતલ, પટેલવાડીના નાકા પાસે, તા.જી.અમરેલી.
લખુભાઇ પુંજાભાઇ બાખલકીયા, ઉવ.૪૯, ધંધો.ડ્રાઇવીંગ,  રહે.જલારામ વિરપુર, બસ સ્ટેન્ડ પાસે, મુળ ગામ-વાડસડા, તા.જેતપુર, જી.રાજકોટ.
લલીતભાઇ ઉર્ફે લાલો કેશુભાઇ વેકરીયા, ઉવ.૩૬, ધંધો.મજુરી, રહે.જલારામ વિરપુર, ખરાવા પ્લોટ, પોસ્ટ ઓફીસ પાસે, તા.જેતપુર, જી.રાજકોટ.

પકડાયેલ મુદામાલઃ-

મજકુર પકડાયેલ છ ઇસમો હસમુખભાઇ બાલુભાઇ ગોલ રહે.કમીગઢ તા.જી. અમરેલી વાળાની કેરાળા રોડે આવેલ વાડી-ખેતરે જવાના કાચા માર્ગનાં ખુલ્લા પટમાં કેટલાક ઇસમો ગોળ કુંડાળુ વળી પૈસા-પાના વડે તીન પત્તી નામનો હાર-જીતનો જુગાર રમતા કુલ રોકડ રકમ રૂા.૭૦,૪૦૦/-  તથા મોબાઇલ ફોન નંગ-૫, કિ.રૂા.૩૪૦૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨, કિ.રૂા.૦૦/- તથા એક પ્લાસ્ટીકનુ પાથરણુ કિ.રૂા ૦૦/૦૦ એમ મળી કુલ *કિ.રૂા.૧,૦૪,૪૦૦/ ના મુદામાલ સાથે ઝડપી પાડેલ, મજકુર પકડાયેલ છ ઈસમો વિરૂધ્ધ અમરેલી તાલુકા પો.સ્ટે., માં ગુન્હો રજી. કરાવી આગળની ઘટતી કાર્યવાહી અર્થે સોપી આપેલ છે.   

 આમ, અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એસ.ઓ.જીઅમરેલીનાં પો.સ.ઇ. એમ.એ.મોરી તથા એસ.ઓ.જી.ટીમ ને જુગાર રમતા છ ઈસમોને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

Follow Me:

Related Posts