હવામાન વિભાગની આગાહી, આગામી પાંચ દિવસમાં રાજુલા, જાફરાબાદ વિસ્તારમાં વરસાદની સંભાવના

છેલ્લા બે દિવસથી તેલંગાણા અને આંધ્ર પ્રદેશ ને વરસાદ ઘમરોળી રહ્યો છે. બન્ને રાજ્યોમાં ભારે ખુવારી થઈ છે. ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી વરસાદ ન આવતા. ગુજરાતમાંથી ચોમાસુ ગયું એવું લાગી રહ્યું હતું. ત્યાં જ આજરોજ હવામાન વિભાગની આગાહી એ પાછા ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી પાંચ દિવસમાં રાજુલા તેમજ જાફરાબાદ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના ઓ છે, જેથી રાજુલા અને જાફરાબાદ વિસ્તારના ખેડૂતો પોતાની જણસ અને ઘાસચારો યોગ્ય રીતે ઢાકી ને રાખે જેથી નુકશાન ન થાય અને માછીમારી કરતા સાગરખેડુઓને પણ દરિયો તોફાની બનવાની શક્યતાના પગલે દરિયો ન ખેડવાની પણ તાકીદ કરવામાં આવી છે.
Recent Comments