fbpx
અમરેલી

ગુજરાતના લેઉવા પટેલ સમાજના આગેવાન પરેશ ગજેરાની સરદારધામમાં સૌરાષ્ટ્રઝોનમાં ઉપપ્રમુખ તરીકે વરણી થતા ખૂશી વયાપિ

પરેશભાઈ ગજેરાની સેવા તથા સહયોગથી ખોડલધામ , ઓલગુજરાત બિલ્ડર્સ એસોસિએશન , લેઉવા પટેલ સમાજભવન – સોમનાથ ત્યારબાદ સરદારધામ – ગુજરાત , ભારત , સૌરાષ્ટ્રમાં મહત્વનું પદ મળતા હજારો યુવાનોની કારકિર્દી ઘડતરમાં અનેરો ઉત્સાહ તથા પરિવર્તન આવશે તે નકકી છે – હરેશ બાવીશી , પ્રમુખ ડાયનેમિક ગૃપ – અમરેલી સમગ્ર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલ સમાજના સંગઠનમાં મહત્વનું યોગદાન આપનાર ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ , ખોડલધામ ટ્રસ્ટ – કાગવડના પૂર્વ ઉપપ્રમુખ , લેઉવા પટેલ સમાજભવન – સોમનાથના ટ્રસ્ટી તથા પ્રમુખ , ઓલગુજરાત બિલ્ડર્સ એસો.ના પ્રમુખ તથા સરદારધામ – અમદાવાદ , ગુજરાતમાં સૌરાષ્ટ્ર ઝોનમાં ઉપપ્રમુખ તરીકે નિમણૂંક થવાથી સમગ્ર સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં ખૂશી વ્યાપિ ગઈ છે . પરેશ ગજેરાની સરદારધામમાં નિમણૂંક થવાથી તેમની આ નિમણુંકને અમરેલી પટેલ સમાજના આગેવાનો વસંતભાઈ મોવલીયા , દિનેશભાઈ બાંભરોલીયા , રમેશભાઈ કાથરોટીયા , કાંતીભાઈ વઘાસિયા , ચતુરભાઈ ખૂંટ , ડી.કે.રૈયાણી , હરેશ બાવીશી , વલ્લભભાઈ રામાણી , જે.પી.માળવીયા , પ્રવિણભાઈ કસવાલા વિ.એ આવકારીને અભિનંદન આપ્યા છે . આ તકે હરેશ બાવીશીએ જણાવ્યું હતુ કે પરેશભાઈ ગજેરાની સરદારધામમાં નિમણુંકથી આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર તથા ગુજરાતના હજારો યુવાનોના વર્ગ -૧ તથા વર્ગ -૨ ના અધિકારી બનવાના સપના સાકાર કરવા એક નવો જ જોમ , જુસ્સો , આત્મવિશ્વાસ તથા પ્રેરણા મળશે , શ્રી પરેશ ગજેરાની નિમણૂંકને સમગ્ર ગુજરાતમાંથી ઉમળકાભેર આવકાર મળી રહયો છે .

Follow Me:

Related Posts