fbpx
અમરેલી

ધારી પેટાચૂંટણીના જનરલ ઓબ્ઝર્વર તરીકે જી. આર. માણકરની નિમણુંક

ચુંટણીલક્ષી ફરિયાદ માટે ઓબ્ઝર્વરનો સંપર્ક કરી શકાશે

ભારતના ચુંટણી આયોગ દ્વારા પેટા ચુંટણીની તારીખો જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ મતદાનની પ્રક્રિયા તા.૦૩/૧૧/૨૦૨૦ના હાથ ધરવામાં આવનાર છે. ધારી વિધાનસભા પેટા ચૂંટણીના અનુસંધાને ભારતના ચૂંટણી પંચ તરફથી ધારી વિધાનસભા મતદાર વિભાગ માટે જનરલ ઓબ્ઝર્વરશ્રી તરીકે કર્ણાટકના સનદી અધિકારી સુશ્રી જી.આર.માણકર (આઈ.એ.એસ.)ની નિમણુંક કરવામાં આવી છે. જાહેર જનતા કે ઉમેદવારો ચુંટણી સબંધી ફરિયાદ માટે જનરલ ઓબ્ઝર્વરશ્રીનો મો. નં. ૯૩૧૩૮ ૩૬૧૮૬ અને ૦૨૭૯૨ ૨૨૨૫૧૨ ઉપર તેમજ અમરેલી સર્કીટ હાઉસ ખાતે કામકાજના કલાકો દરમિયાન રૂબરૂ સંપર્ક કરી શકશે.

Follow Me:

Related Posts