fbpx
અમરેલી

અમરેલી, જેસીંગપરા વિસ્‍તારમાં જુગાર રમતા ૯ ઇસમોને રોકડ રકમ, મોબાઇલ ફોન તથા જુગારનાં સાહિત્ય સહિત કુલ કિં.રૂ.૫૩,૪૦૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

અમરેલી પોલીસ અધિક્ષક .નિર્લિપ્‍ત રાય નાઓએ જિલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે આજ રોજ તા.૧૭/૧૦/૨૦૨૦ નાં અમરેલી શહેરમાં, જેસીંગપરા, શેરી નંબર ૫ માં કેટલાક ઇસમો ભેગા થઇ જાહેરમા તીન પતીનો પૈસા પાનાનો હાર જીતનો જુગાર રમે છે, તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. .આર.કે.કરમટા તથા પો.સ.ઇ. .પી.એન.મોરી નાઓની રાહબરી નીચે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા કુલ ૯ ઇસમો રોકડ રકમ તથા મોબાઇલ ફોન તથા જુગારના સાહિત્ય સાથે પકડાઇ ગયેલ, જે તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી *અમરેલી સીટી પોલીસ સ્‍ટેશન માં સોંપી આપેલ છે.

જુગાર રમતા પકડાયેલ ઇસમોઃ

 કાળુભાઇ ઠાકરશીભાઇ ચૌહાણ ઉ.વ.૩૫ રહે.અમરેલી, જેસીંગપરા શેરી નં-૦૫
ભુપતગીરી મોજગીરી ગોસાઇ ઉ.વ.૫૬ રહે.અમરેલી, સોમનાથ મંદીર, જીવાપરા
રાજેશભાઇ ભીખુભાઇ ગોહીલ ઉ.વ.૩૦ રહે. રહે.અમરેલી, જેસીંગપરા શેરી નં-૦૫
ભરતભાઇ બાબુભાઇ ભેસાણીયા ઉ.વ.૨૫ રહે.અમરેલી, જેસીંગપરા, બાબરીયાની વાડી.
અંકીતભાઇ લક્ષ્મણભાઇ ડાભી ઉ.વ.૨૩ રહે.અમરેલી,જેસીંગપરા, બાબરીયાની વાડી
વિનુભાઇ અમરશીભાઇ સિધ્ધપુરા ઉ.વ.૩૮ રહે.અમરેલી, જેસીંગપરા શેરી નં-૦૫
લાલજીભાઇ ઉર્ફ લલીત ધીરૂભાઇ સગર ઉ.વ.૩૫ રહે.અમરેલી, જેસીંગપરા, શેરી નં-૦૫
હીતેશભાઇ જગદિશભાઇ સોલંકી ઉ.વ.૨૫ રહે.અમરેલી, જેસીંગપરા, શેરી નં-૦૫
જયદીપભાઇ બચુભાઇ ભટ્ટી ઉ.વ.૩૨ રહે.અમરેલી, જેસીંગપરા, શેરી નં-૦૫

પકડાયેલ મુદામાલઃ
રોકડા રૂ.૩૧,૯૦૦/- તથા મોબાઇલ  ફોન નંગ – ૭ કિ.રૂ.૨૧,૫૦૦/- તથા ગંજી પતાના પાના નંગ-૫૨ કિંરૂ.૦૦/૦૦ નાં મળી કુલ કિં.રૂ.૫૩,૪૦૦/- નો મુદામાલ

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. .આર.કે.કરમટા તથા પો.સ.ઇ. .પી.એન.મોરી અને એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts