fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 18 કેસઃ કુલ 2510 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં આજે વધુ 18 પોઝિટિવ કેસ નોંધાયા, આજે 24 ડિસ્ચાર્જ. સારવાર હેઠળ દર્દીનો કુલ આંક પહેલીવાર 200થી નીચે ગયો.
અમરેલી જિલ્લા કોરોના અપડેટ
આજે 18 પોઝિટિવ કેસ નોંધાયા 24 ડિસ્ચાર્જ
સૌથી મોટા રાહતના સમાચાર, સારવાર હેઠળ કુલ દર્દીઓનો આંક પહેલી વાર 200થી નીચે ગયો.
અમરેલી જિલ્લામાંથી કોરોના પોઝિટિવ કેસનો આંક નીચે સરકતો જોવા મળી રહ્યો છે. આજે તા.19 ઓક્ટોબરના રોજ કોવિડ-19ના ફક્ત 18 પોઝિટિવ કેસ નોંધાયા, હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2510 પર પહોંચી છે. આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર આરોગ્ય ચકાસણીની કામગીરી ચાલી રહી છે. હાલ 196 દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. જયારે આજે 24 દર્દી સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 33 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2510 પર પહોંચી છે.

Follow Me:

Related Posts