fbpx
અમરેલી

બાબરા પંથકમાં પવનચકકીનાં પાપે ખેડૂતો અને માલધારીઓ પરેશાન

છાશવારે શોર્ટ સરકીટ થતી હોવાથી ખેતીપાકોને વ્‍યાપક નુકસાન બાબરા પંથકમાં પવનચકકીનાં પાપે ખેડૂતો અને માલધારીઓ પરેશાન મોટી સંખ્‍યામાં ખેડૂતો અને માલધારીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું સુકવડા અને સમઢીયાળામાં 3પ0 વીઘા જમીનમાં ઘાસચારો બળી જતાં લાખો રૂપિયાનું નુકસાન બાબરા તાલુકાનાં પાંચાળ વિસ્‍તારમાં પવનચકકીઓ ઉભી થતાં અહીના ખેડૂતો અને માલધારીઓમાં ભારોભાર વખતોવખત રોષ વ્‍યકત કરવામાં આવે છે. કારણ કે નીતિ- નિયમો ને તમામ મર્યાદાઓ ઓળંગી કંપનીઓ પવનચકકી ઉભી કરે છે જેના કારણે ખેડૂતો અને માલધારીઓને ભારે પરેશાની ભોગવવાનો વારો આવે છે. અવારનવાર બનતા શોર્ટ સરકીટનાં કારણે અહી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવે છે. અગાઉ તાલુકાનાં નાની કુંડળ ગામમાં પવનચકકીમાં શોર્ટ સરકીટનાં કારણે રાષ્‍ટ્રીય પક્ષી મોરના મોત નિપજયા હતા. ત્‍યારે અહી તાલુકાના સુકવડા અને સમઢીયાળા ગામમાં પવનચકકીના શોર્ટ સરકીટનાં કારણે સાડા ત્રણસો વિઘા જમીનમાં ઉભો ઘાસચારો બળી જતાં ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્‍યો હતો. અહીં ગામના ખેડૂતોએ બાબરામામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ પોલીસ સ્‍ટેશનમાં પીઆઈને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રોષ વ્‍યકત કરી જવાબદાર પવનચકકીની આઈનોક્ષ કંપની સામે જરૂરી પગલાં લેવા માંગ કરી હતી. ખેડૂતો અને માલધારીઓએ જણાવ્‍યું હતું કે, મૂંગા પશુઓ માટે રાખવામાં આવેલ ઘાસચારો પવનચકકીઓના કારણે બળી જતાં આશરે ત્રીસ લાખનું નુકસાન થયું છે અને મુગા પશુઓના મોઢેથી કોળીયો છીનવાઈ ગયો છે. ત્‍યારે કંપનીની બેદરકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતોને પુરતું વળતર ચુકવવામાં આવે જેથી ભવિષ્‍યમાં આવી કોઈ ઘટનાઓ બને નહી.

Follow Me:

Related Posts