fbpx
અમરેલી

ધારી વિધાનસભા પેટાચૂંટણીના ઉમેદવારોએ નિયત તારીખે ચૂંટણી ખર્ચ રજુ કરવાનો રહેશે

ચૂંટણીપંચની નવી માર્ગદર્શિકા અનુસાર ઉમેદવારો રૂ. ૩૦.૮૦ લાખની મર્યાદામાં ખર્ચ કરી શકશે

૯૪ ધારી વિધાનસભા મતદાર વિભાગની પેટા ચૂંટણી અંતર્ગત વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી લડતા ઉમેદવારોએ ભારતના ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ રૂ. ૩૦.૮૦ લાખની મર્યાદામાં ખર્ચ કરવાનો રહેશે તેથી આ ખર્ચ અંગે નિર્ધારીત કરેલ તારીખોએ ઉમેદવારોએ પોતે રૂબરૂમાં અથવા તેમના ચૂંટણી એજન્ટ મારફતે ચૂંટણી ખર્ચ નિરીક્ષક સમક્ષ તપાસણી માટે ખર્ચ રજીસ્ટર રજુ કરવાનું રહેશે.

ચૂંટણી ખર્ચના રજીસ્ટર તથા ખર્ચ સંબંધી આનુષાંગિક વાઉચરો કે દસ્તાવેજો સાથે ખર્ચ નિરીક્ષક પાસે ચકાસણી કરાવી આવા કુલ-૩ નિરીક્ષણો મતદાન પહેલા કરવાના રહેશે. જે પૈકી પ્રથમ નિરીક્ષણ તા. ૨૩/૧૦/૨૦૨૦ ના રોજ અને બીજુ નિરીક્ષણ તા. ૨૭/૧૦/૨૦૨૦ના રોજ કરવામાં આવ્યું હતું. ત્રીજુ નિરીક્ષણ તા. ૧/૧૧/૨૦૨૦ના રોજ સવારે ૧૧ કલાકે ચૂંટણી અધિકારીશ્રી ૯૪-ધારી વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારીશ્રીની કચેરી ધારી ખાતે રાખવામાં આવ્યું છે. દરેક નિરીક્ષણ પછી ઉમેદવારોના દૈનિક હિસાબના રજીસ્ટર ઉતારા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવશે તથા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના નોટીસ બોર્ડ પર પ્રસિધ્ધ કરવામાં આવશે.

Follow Me:

Related Posts