fbpx
અમરેલી

ધારી તાલુકાના ભાડેર ગામમાં અપક્ષના ઉમેદવાર પિયુષકુમાર ઠુંમરની સભા યોજાઈ

ધારી વિધાનસભા પેટા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે અને યુવા અપક્ષ ઉમેદવાર પિયુષભાઈ ઠુંમર ખમવાનું નામ નથી લેતા તેઓ જ્યાં જ્યાં પણ જઈ લોકો વચ્ચે જાહેર સભા અને મિટિંગ યોજે તે તમામ ક્ષેત્રે તમામ જ્ઞાતિ સમુદાય તરફથી અભૂતપૂર્વ જન પ્રતિસાદ સાંપડી રહ્યો છે અરે ગઈકાલે ભાડેરમાં એકત્રિત જનતા એ તો યુવા અને પોતાના વિશ્વાસુ ઉમેદવારને ખભે ઊચકી લઈ ભાડેર ગામમાંથી મતના ઢગલા કરી દેવા કોલ આપ્યો છે

ધારી તાલુકાના વિશાળકાય ભાડેર ગામનું આખા તાલુકાના રાજકારણમાં ખાસ મહત્વ છે જે વાતથી ભલીભાતી પરિચિત એવા યુવા બાહોશ અપક્ષ ઉમેદવાર પિયુષ ઠુંમર દ્વારા ગઈકાલે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અરે તેમની સભામાં જોતજોતામાં જ જાણે જનશૈલાબ ઉમટી પડ્યો હતો ત્યાં ઉપસ્થિત વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે હકડેઠાઠ મેદની વચ્ચે થાળી ફરી જાય પણ નીચે ન પડે એવી જનકલ્પના ન હોતી છતાં એટલું પબ્લિક એકઠુ થયું ભાડેર ગામના આંગણે પધારેલા મનભાવક ઉમેદવાર પિયુષ ઠુંમરની સહજતા પણ જોવા જેવી હતી એ સતત લોકોને સોશિયલ ડીસટર્નસ જાળવવા અનુરોધ કરતા હતા અને લોકોના નાના પ્રશ્નો સાંભળી રહ્યા હતા તમામને ન્યાય આપતા હોય જાણે સાચો જનપ્રતિનિધિ હોય એટલું જ નહીં પણ તેમના દ્વારા કરવામાં આવેલી જાહેરાત કે પોતે ધારાસભ્ય તરીકે પગાર નહીં સ્વીકારે જેની ખાસ પ્રશંસા કરવામાં આવી ભાડેર ગામની જનતા એ તો નવ યુવાન ઉમેદવારને એવો કોલ આપ્યો હતો કે ઈવીએમ મશીનમાં પિયુષ ઠુંમરના નામનું બિપ્સ રંણકી જશે અને જંગી લીડ ભાડેરમાંથી તેમને મળશે

Follow Me:

Related Posts