fbpx
અમરેલી

સરદાર પટેલની ૧૪૫ મી જન્મજયંતિની વિદ્યાસભા સ્કૂલમાં સાદાઈથી ઉજવણી

ડો . જીવરાજ મહેતા સંસ્થાપિત શ્રી અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ઉ.માધ્યમિક શાળા તથા અંગ્રેજી માધ્યમ તેમજ શ્રીમતિ ચંપાબેન વસંતભાઈ ગજેરા માધ્યમિક શાળાના સંયુકત ઉપક્રમે સરદાર પટેલની ૧૪૫ મી જન્મ જયંતિની સ્કુલમાં સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી . આ તકે સંસ્થાના વ્યવસ્થાપકશ્રી હસમુખભાઈ પટેલ તથા સ્ટાફગણની ઉપસ્થિતિમાં સરદારની પ્રતિમાને ફુલહાર પહેરાવી તેમણે રાષ્ટ્રને આપેલા યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું . દેશની એકતા અને અખંડિતતાની ધડવૈયા અને અખંડ ભારતનો પાયો નાખનાર લોખંડી મનોબળ ધરાવતા કર્મનિષ્ઠ સરદાર પટેલના જન્મ દિવસે હદયપૂર્વક યાદ કરવામાં આવ્યા હતા . અમરેલીમાં સરદાર ચોકમાં આવેલ સરદાર સાહેબની પ્રતિમાને સંસ્થાના વ્યવસ્થાપકશ્રી હસમુખભાઈ પટેલ તથા શિક્ષકગણે ફુલહાર કરી તેમના જન્મ દિવસને એકતા દિવસ તરીકે ઉજવ્યો . તેમના જીવન અને કાર્યને યાદ કરી જીવનમાં લાવવા માટે પ્રયત્ન કરીએ અને દેશ પ્રત્યેના નાગરીક તરીકેની ફરજ બજાવીએ .

Follow Me:

Related Posts