fbpx
અમરેલી

” સચ કર સપનો કો હમને આસમાન પાયા હૈ , ઉસી આસમાં કે ચાંદ કો હમને ગવાયા હૈ ” અમરેલીના જાણીતા ડેન્ટીસ્ટ ડો.તુષાર બોરાણીયાએ પૂર્ણ ચંદ્ર પોતાના કેમેરામાં કેદ કર્યો

અમરેલીના જાણીતા ડેન્ટીસ્ટ ઓમ ડેન્ટલ કલીનીકના સંચાલક ડો.તુષાર બોરાણીયા તબીબી વ્યવસાયની સાથે એક આર્ટિસ્ટ , પેઈન્ટર , ફોટોગ્રાફર પણ છે તેમણે પોતાના કેમેરામાં ઘરની અગાશી પરથી શરદપૂર્ણિમાનો પૂર્ણ ચંદ્ર કેદ કર્યો હતો . અમરેલીમાં ઓમ ડેન્ટલ કલીનીક ચલાવતા તથા સાલસ , સરળ , મીતાભાષી તથા બીએપીએસ સાળંગપુર પ.પૂ.ડો.સ્વામીની પણ દાંતની સારવાર કરી ચુકેલ ડો . તુષાર બોરાણીયા એક માનવતાવાદી , આદર્શ ડેન્ટીસ્ટની સાથે સાથે એક ઉતમ પેશનેટ આર્ટિસ્ટ , પેઈન્ટર અને ફોટોગ્રાફર પણ છે . ભારત અને વિશ્વની બહુમુખી પ્રતિભાઓના આબેહુબ પેઈન્ટીંગ તથા પક્ષીઓ અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીનો અનોખો શોખ ધરાવતા ડેન્ટીસ્ટ ડો.તુષાર બોરાણીયાએ શનિવારે શરદપૂર્ણીમાંની અજવાળી મધરાતે સોળે કળાએ ખીલેલ પૂર્ણ ચંદ્રની તસ્વીર પોતાના કેમેરામાં કેદ કરીને કલારસિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા . અત્રે ઉલ્લેખનીય છે કે ડો.તુષાર બોરાણીયા પોતાના શોખ ખાતર રોજ વહેલી સવારે કામનાથ , વડીઠેબી , થોરડી , શેત્રુજી , વિ.સ્થળોએ જઈને કુદરતના અણમોલ રત્નો સમાન પક્ષીઓની અનોખી અદાઓ પોતાના કેમેરામાં કેદ કરીને તસ્વીર પારખુઓને ઉતમ તસ્વીરો પીરસે છે તથા વિશ્વ વંદનીય સંત વિભૂતી પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજની અનેક પેઈન્ટીંગ જેઓએ બનાવ્યા છે તે આ એક આદર્શ ડેન્ટીસ્ટ , તબીબ ઉપરાંત કલાના કસબી , કલાકાર ડો.તુષાર બોરાણીયાની આ પૂર્ણ ચંદ્રની તસ્વીર બદલ સમગ્ર ગુજરાતભરમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે .

Follow Me:

Related Posts