fbpx
અમરેલી

રાજય સરકાર વાહન ચાલકો પાસેથી પીયુસી,વીમાના નામે રૂપીયા ખંખેરવાનું બંધ કરે : અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરી

સમગ્ર ગુજરાત રાજયમાં રાજય સરકાર દ્રારા વાહન ચાલકો
પાસેથી પીયુસી તથા વાહનના વીમાના નામે કરોડો રૂપીયાનું
ઉઘરાણું કરીને આમ જનતાને લુટી રહી છે, ખરેખર તો વાહન
દ્રારા પ્રદુષણ ન ફેલાય તેની જવાબદારી વાહન બનાવતી ઓટો
મોબાઈલ કં5ની તથા પેટ્રોલીયમ કંપનીની હોવી જોઈએ, અને રાજય
સરકારે કં5ની પાસેથી દંડ વસુલવો જોઈએ, રાજય સરકાર દ્રારા
વાહનોના વીમા ફરિજિયાત કર્યા છે, તે માત્ર વાહનના માલિકોને
લુંટવા માટે જ બનાવેલા છે, વાસ્‍તવમાં વાહનનો વીમો લેવો કે ન
લેવો તે વાહનના માલિકની મરજી ઉપર આધાર રહેલો છે, જો
વાહન માલિકને વાહનના વીમાની જરૂરીયાત હશે તો તે વાહનનો
વીમો સ્‍વૈચ્‍છાએ લેશે, એના માટે રાજય સરકાર પોતાની મનમાની
કરીને ફરજીયાત ન કરી શકે તો તાત્‍કાલીક ધોરણે રાજય સરકાર
વાહન ચાલકો માટે પીયુસી તથા વીમો મરજીયાત કરે તેવી માંગ
અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરીએ કરી.

Follow Me:

Related Posts