fbpx
અમરેલી

૯૪- ધારી વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૦ઉમેદવાર જે.વી.કાકડિયા અને સુરેશ કોટડીયાએ મતદાન કર્યું

૯૪-ધારી વિધાનસભા પેટાચૂંટણી ૨૦૨૦ અન્‍વયે આજે મતદાનનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થઇ ચૂક્યો છે. ધારી મતવિસ્તારમાં મતદારો ઉત્‍સાહભેર મતદાન કરી રહ્યા છે. ઉમેદવાર જે.વી.કાકડિયાએ ચલાલા પરા શાળા ખાતે અને ઉમેદવાર સુરેશ કોટડીયાએ કુબડાની પ્રાથમિક શાળા ખાતે સમગ્ર પરિવાર સાથે મતદાન કર્યુ હતું. ધારી વિધાનસભા મતવિસ્તારમાં સવારથી જ મતદારો મતદાન કરી રહ્યા છે. ધારી વિધાનસભા મતવિસ્તારમાં ૧,૧૩,૩૫૧ પુરુષ મતદારો અને ૧,૦૪,૨૩૮ સ્ત્રી મતદારો એમ કુલ મળી ૨,૧૭,૫૯૫ મતદારોની સંખ્યા નોંધાયેલી છે

Follow Me:

Related Posts