fbpx
અમરેલી

ધારી વિધાનસભાનાં મતદારોનો આભાર વ્યકત કરતા જિલ્લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા

ધારી વિધાનસભાનાં મતદારો વિકાસને સમર્થન કરશે ગઈ કાલે તા .૩ મી ઓકટોબરના રોજ અમરેલી જિલ્લાની ધારી વિધાનસભાની બેઠક ઉપર યોજાયેલા મતદાનમાં ધારી વિધાનસભાનાં મતદાર ભાઈઓ , બહેનો એ ઉત્સાહ ભેર લોકશાહીમાં પોતાનો પવિત્ર મત આપીને લોકશાહી પ્રત્યે બજાવેલ ફરજ બદલ જિલ્લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરાએ ધારી વિધાનસભાનાં મતદારોનો આભાર માન્યો છે . દેશનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ખેતિ , ખેડુત , મજદુર , શહેર , ગામ અને સર્વાગી વિકાસ સાર્થક કરી રહયા છે . જયારે રાજય ના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્રારા જનહીતના થયેલા નિર્ણયોને આવકારી જનતાએ મતદાન કર્યું છે . ઉત્સાહ ભેર થયેલ મતદાન એ ધારી વિધાનસભાને પ્રગતિના શિખરો સર કરાવશે . તેમજ ધારી વિધાનસભા સીટનાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર જે.વી.કાકડીયા ભજિત મેળવશે . મતદાર ભાઈ બહેનો સાથે જિલ્લાનાં તથા અન્ય જિલ્લામાંથી આવેલ કાર્યકર્તાઓનો તેમજ ધારી વિધાનસભાનાં ભાજપનાં કાર્યકરો , શુભેચ્છકો , વિવિધ સમાજ , જ્ઞાતિનાં અગ્રણીઓ તેમજ શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થતા ચુંટણી વ્યવસ્થા તંત્ર સાથે જોડાયેલા કર્મચારીઓ , સ્ટાફનો પણ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી હીરેન હીરપરાએ આભાર વ્યકત કર્યો છે .

Follow Me:

Related Posts