fbpx
અમરેલી

બગસરા 108 દ્વારા વિસાવદર તાલુકાનાં ભલ ગામ ના વાડી વિસ્તારમાં કામ કરતા ખેડૂત પર ઝેરી મધમાખીઓ નો હુમલો થતાં બગસરા 108 દ્વારા બચાવ

સવાર ના 09:37 કલાકે બગસરા 108 એમ્બ્યુલન્સ ને ભલગામ નો કેશ મળતા જ 108 ના કર્મચારીઓ ઈ.એમ.ટી. રમેશ મકવાણા અને પાયલોટ બિપિન રાજ્યગુરુ તાત્કાલિક સ્થળ પર જવા રવાના થઈ ગયા હતા. ત્યાં જઈને તપાસ કરતા વિનુભાઈ ભવાનભાઈ વઘાસિયા રહે. ભલગામ ઉમર 55 વર્ષ જ્યારે તેઓ પોતાના ખેતરે કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ઝેરી મધમાખીઓ ના ટોળા દ્વારા તેમના આખા શરીર પર હુમલો કરતા હાલત ગંભીર થઈ ગઈ હતી તેથી બગસરા 108 ના કર્મચાીઓ દ્વારા ઝેરી મધમાખી ની લાળો કાઢી તેમજ દર્દી ને 108 એમ્બ્યુલન્સ મા લઈ ઉપરી ફીઝીશયન ડોક્ટર ની સૂચના મુજબ ઓક્સિજન તેમજ ઇમરજન્સી સારવાર આપી તેમને બગસરા 108 દ્વારા તાત્કાલિક બગસરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તેમના પરિવરજનો દ્વારા બગસરા 108 ના કર્મચારીઓનો આભાર માનવામાં આવ્યો હતો. તેમજ શિયાળા ની ઋતુ હોય જે થી આવા અવાર નવાર બનાવો બનતા હોય છે તેથી સાવચેતીપૂર્વક કાર્ય કરવું.

Follow Me:

Related Posts