fbpx
અમરેલી

ધારી-બગસરા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉંઘાડની જહેમત રંગ લાવી

ગુજરાતની 8 વિધાનસભાની પેટા ચૂંટણીમાં ધારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બન્‍ને પક્ષે એડીચોટીનું જોર લગાવ્‍યું હતું. ગુજરાતનાં કદાવર નેતાઓ વિપક્ષી નેતા ધાનાણી અનેબીજી બાજુ કેન્‍દ્રીય મંત્રી રૂપાલા, ઉંઘાડનાં હોમ ગ્રાઉન્‍ડ અમરેલી જિલ્‍લાની આ ધારી વિધાનસભામાં ધારી, બગસરા, ચલાલા અને ખાંભા વિસ્‍તારનો સમાવેશ થાય છે. બંને પક્ષ માટે આ સીટ જીતવા એરિયાવાઈઝ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી હતી. બગસરા વિસ્‍તારમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંઘાડનું લોકનેતા તરીકેની છાપનાં કારણે આ વિસ્‍તારમાં તેની અપાર લોકચાહના છે. ભૂતકાળની બધી ચૂંટણીમાં બગસરા વિસ્‍તારમાંનાં ગામડા કોંગ્રેસનો ગઢ રહૃાાં છે અને કોંગ્રેસને લીડ આપી છે. આ પેટા ચૂંટણીમાં પ્રથમવાર બાવકુભાઈ ઉંઘાડની રણનીતિ અને કોઠાસુઝથી બગસરા વિસ્‍તારનાં આગેવાનો સાથે સંકલન કરી ભાજપ તરફથી મતદાન થાય તે માટે રાત-દિવસ કામ કરી બગસરા વિસ્‍તારનાં ગામડાઓમાં મીટીંગો યોજી ભાજપની જીત માટે મુખ્‍ય કારણ બનતું હોય તેવું ચિત્ર તૈયાર કરવામાં અને ધારી વિધાનસભામાં શરૂઆતથી જ ભાજપને જીતનો પાયો નાખી બગસરા વિસ્‍તારમાંથી લીડ આવતા ધારી વિધાનસભામાં મોટી જીત તરફ લઈ જવામાં સફળતા મળી છે. તેનો શ્રેય અને પાયામાં પૂર્વમંત્રી બાવકુભાઈ ઉંઘાડની કામગીરી પર જતો હોય તેવું લાગી રહૃાું છે.

Follow Me:

Related Posts