fbpx
અમરેલી

લાયન્સ કલબ ઓફ અમરેલી ( સીટી ) નું પ્રસંસનીય સેવાકાર્ય , હંગર પ્રોજેકટ અંતર્ગત ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીના હસ્તે ગરીબ મજુર પરિવારોમાં મીઠાઈ – ફરસાણ વિતરણ

અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલીયા , શહેર પ્રમુખ તુષાર જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા તહેવારની ઉજવણી સૌ કોઈ કરતા હોય છે પરંતુ સેવા પરમોધરમ ‘ એ સુત્રતા સાથે અનેક સેવાકીય કાર્યો કરતી લાયન્સ કલબ ઓફ અમરેલી ( સીટી ) એ ગરીબ મુજર પરિવારમાં મીઠાઈ – ફરસાણ વિતરણ કરીને સામાન્ય પરિવારમાં તહેવારની ખુશી વહેંચી પ્રકારના પર્વની ઉજવણી કરી હતી . હંગર પ્રોજેકટ અંતર્ગત ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીના હસ્તે ગરીબ મજુર પરિવારમાં મીઠાઈ – ફરસાણ વિતરણ કરવામાં આવેલ . સંસ્થા દ્વારા યોજાયેલ મીઠાઈ- ફરસાણ વિતરણ સમયે અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલીયા , અમરેલી શહેર ભાજપ પ્રમુખ તુષાર જોશી , લાયન્સ કલબ પ્રમુખ રાજેશ માંગરોળીયા , લાયન્સ કલબના સીનીયર મેંમ્બર લાયન પ્રો.એમ.એમ.પટેલ , લાયન સી.એ.અશોકભાઈ કોઠીયા , લાયન જયેશભાઈ પંડયા , ટ્રેઝરર સાહસ ઉપાધ્યાય , ભગીરથ ત્રિવેદી , હસુભાઈ દુધાત અને ભરતભાઈ કાનાણી અને લાયન્સ કલબના સભ્યો આ તકે ઉપસ્થિત રહયા હતા તેમ કલબ સેક્રેટરી ઋજુલ ગોંડલીયાની અખબારી યાદીમાં જણાવાયેલ છે .

Follow Me:

Related Posts