fbpx
અમરેલી

દિવાલીના ટાઈમમાં અમરેલી 108 એમ્બ્યુલન્સની ટીમ ની પ્રશ્રનીય કામગીરી

તહેવારો ના ટાઈમ માં બધા લોકો તહેવાર ઉજવા માં પડ્યા છે એવા ટાઈમ માં 108 ની ટીમ ડ્યૂટી પર હાજર રહી ને પોતાની ફરજ બજાવે છે

આજ રોજ તારીખ  15/11/2020 ના રોજ અમરેલી 108 દ્વારા પીઠવાજાલ ગામની વાડી વિસ્તાર માં સફળ ડિલિવરી કરાવવામાં આવી હતી

સવાર ના 9:05 ના અમરેલી  108 એમ્બ્યુલન્સ ને કેશ મળતા જ 108 ના કર્મચારીઓ ઈ.એમ.ટી. સાગર મકવાણા અને પાયલોટ અરિફ શેખ તાત્કાલિક સ્થળ પર જવા રવાના થઈ ગયા હતા. પરંતુ દર્દી વાડી વિસ્તાર માં આશરે 1 કિમી દૂર ત્યાં રેલવે ફાટક હોવા થી એમ્બ્યુલન્સ  જઈ શકે તેમ ન હોવાથી જરૂરી સાધનો એને સ્ટ્રેચર લઈ દર્દી પાસે પહોંચી ગયા. ત્યાર બાદ તપાસ કરતા સ્થળ પર 25 વર્ષ ના સંગિતાબેન ને ડિલિવરી ની પ્રસવ પીડા ચાલુ હતી જેથી ત્યાં સ્થળ પર તપાસ કરતા ત્યાંજ ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી. આવી પરિસ્થિતિમાં સમય સુચકતા ને ધ્યાન માં રાખી ઈ.એમ.ટી.  સાગર મકવાણા એ ઉપરી ફીઝીશયન ડોક્ટર સાથે વાત કરી સ્થળ પર જ ડિલિવરી કરાવી હતી. ત્યાર બાદ માતા અને બાળક ને તરત જ સ્ટ્રેચર ઉપર લઈ ને 108 કર્મચારીઓ દ્વારા સ્ટ્રેચર ઉપાડી પગપાળા ચાલી ને દર્દી ને 108 એમ્બ્યુલન્સ સુધી લઈ ગયા હતા ત્યાર બાદ 108 એમ્બ્યુલન્સ માં લઈ જરૂરી ઈન્જેકશન અને ઓકસીજન આપવામાં આવેલ ત્યાર બાદ 108 ના પાયલોટ આરિફ ભાઈ ની સતર્કતા થી તાત્કાલિક માતા અને બાળક ને નજીકની અમરેલી સીવીલ હોસ્પિટલ માં ખસેડવામાં આવેલ. આમ એક માતા અને બાળક એમ બે જીવ બચાવી 108 ના કર્મચારીઓ એ ઉત્ક્રુષ્ટ કામગીરી કરી છે અને દર્દી ના પરિવાર દ્વારા 108 નો અને 108 ના કર્મ્ ચારી ઓનો આભાર માન્યો હતો.

Follow Me:

Related Posts