fbpx
અમરેલી

રાજુલા ભાજપ કૉંગ્રેસ દ્વારા સહકારી ક્ષેત્ર કબજે કરવા પ્રતિષ્ઠા ભર્યો જંગ

ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય ની પ્રતિષ્ઠાનો જંગ થતા સહકારી રાજકારણ ગરમાયુ રાજુલા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી જાહેર થતાં આજરોજ માર્કેટિંગ યાર્ડમાં ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા જેમાં કુલ ૪૩ ફોર્મ ભરવામાં આવતા હાલ સહકારી ક્ષેત્રમાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય ની પ્રતિષ્ઠાનો જંગ સમાજ બનેલી માર્કેટીંગ યાર્ડની ચૂંટણી આગામી સમયમાં શું થાય છે તેની ઉપર પ્રજાની મીટ મંડાયેલી છે જાણવા મળતી વિગત મુજબ રાજુલા માર્કેટિંગ યાર્ડ માં ખેડૂત વિભાગમાં 10 વેપારી વિભાગમાં 4 જ્યારે ખરીદ વેચાણ સંઘમાં બે સભ્યો મળી કુલ ૧૬ ડિરેક્ટરોની ચૂંટણીમાં આજરોજ ભાજપના પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકીના અધ્યક્ષસ્થાને સંસદ સભ્ય નારણભાઈ કાછડીયા દિલીપભાઈ સંઘાણી અને કૌશિક ભાઈ વેકરીયા ના માર્ગદર્શન તળે રાજુલા માર્કેટિંગ યાર્ડ માં છગનભાઇ ધડૂક અને પીઠાભાઇ ની આગેવાનીમાં ૧૬ ડિરેકટરો એ પોતાની ઉમેદવારી પત્ર રજૂ કરી હતી જેની સામે કોંગ્રેસના ધારાસભ્યો વિસ્તારના નેજા હેઠળ દિલીપ સોજીત્રા ની આગેવાનીમાં અન્ય 27 ફોર્મ ભરવામાં આવ્યા હતા ત્યારે હાલ ભાજપ અને કોંગ્રેસ બંને માટે માર્કેટિંગ યાર્ડ પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે ત્યારે આગામી ૨૩મી તારીખે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે ત્યારે ૪ મી ડિસેમ્બરે મતદાન થવાનું છે ત્યારે હવે માર્કેટિંગ યાર્ડ બિનહરીફ થાય છે કે કેમ તે આગામી 23મી ખબર પડશે આ બાબતે પૂર્વ સંસદીય સચિવ અને પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકી જણાવ્યું હતું કે હાલમાં માર્કેટિંગ યાર્ડ માં ભાજપ પ્રેરિત પેનલે પોતાના ઉમેદવારીપત્રો રજૂ કર્યા છે સામે પક્ષે કોંગ્રેસના ધારાસભ્ય ની પેનલ પણ સામે આવી છે ત્યારે કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગો સહકારી ક્ષેત્રમાં ભાજપનો ભગવો લહેરાશે તેમાં કોઈ બે મત નથી આ માટે જે કંઈ કરવું પડશે અને જે રીતે ચૂંટણી લડવી પડશે એવી તમારી તૈયારી છે તો સામે પક્ષે દિલીપભાઈ સોજીત્રાએ જણાવ્યું હતું કે અમે ધારાસભ્ય અમરીશભાઈ ડેર ના માર્ગદર્શન નીચે ઉમેદવારીપત્ર ભર્યા છે અને અમે કોઈપણ સંજોગોમાં ચૂંટણી લડી લેવાના છીએ અને આગામી સમયમાં ખેડૂતોના હિતમાં જે કંઈ કરવું પડશે તમારા પ્રયત્નો રહેશે ત્યારે હાલ ભાજપ કોંગ્રેસ માટે આ માર્કેટિંગ યાર્ડ પ્રતિષ્ઠાનો જંગ બનતા માર્કેટીંગ યાર્ડના હાલના પ્રમુખ એવા જીગ્નેશભાઈ પટેલ દ્વારા માર્કેટિંગ યાર્ડ કબજે કરવા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. રાજુલા ખેતિવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણીમાં ફોર્મ ભરવામાં આવ્યા. સહકારી ક્ષેત્રનાં ભિષ્મ પિતામહ દિલીપભાઈ સંઘાણી તેમજ સાંસદ નારણભાઈ કાછડીયા , જીલ્લા ભાજપ પ્રમુખ કૌશીકભાઈ વેકરીયા તેમજ માજી સંસદીય સચિવ હિરાભાઈ સોલંકીનાં માર્ગદર્શન હેઠળ . રાજુલા માર્કેટિંગ યાર્ડની આગામી તા .૦૪ / ૧૨ / ૨૦૨૦ નાં રોજ ચુંટણી યોજાવાની છે.તે ચૂંટણીમાં પીઠાભાઈ ખોડાભાઈ નકુમ અને છગનભાઈ મધુભાઈ ધડુક તેમજ દાદબાપુ કાતરવાળાનાં આયો જન નીચે આજરોજ ઉત્સાહ ભેર ફોર્મ ભરવામાં આવ્યા હતા.જેમાં ખેડુત વિભાગ , વેપારી વિભાગ તેમજ ખરીદ – વેચાણ વિભાગમાં ફોર્મ ભર્યા હતા . આ પ્રસંગે મનુભાઈ કસવાળા , જીજ્ઞેશભાઈ પટેલ , રાજેશભાઈ પરસાણા , ચેતનભાઈ શિયાળ , મીઠાભાઈ લાખણોત્રા , બોઘાભાઈ લાડુમોર , ભુપેન્દુભાઈ વરૂ  વનરાજભાઈ  વરૂ , મનુભાઈ ધાંખડા , મહેન્દ્રભાઈ ધાંખડા , ધીરૂભાઈ રાદડીયા , રમેશભાઈ વસોયા , હરસુરભાઈ લાખણોત્રા , સમીરભાઈ કનોજીયા , પ્રાગજીભાઈ કાકડીયા , નંદલાલભાઈ ભુવા , બાલાભાઈ સાંખટ , બાબુભાઈ મોરંગીવાળા , કમલેશભાઈ મકવાણા , અરજણભાઈ વાઘ , ભગવાનભાઈ કાતરીયા , પરેશભાઈ વેકરીયા , બાબુભાઈ કસવાળા , ધીરૂભાઈ વેકરીયા , લાલભાઈ કોટડીયા , ઘનશ્યાભાઈ સાવલિયા વિગેરે આગેવાનો હાજર રહયા હતા .

Follow Me:

Related Posts