fbpx
અમરેલી

જીઇબી એન્જીનિયરીંગ એસોસીએશન ટીમ – અમરેલી દ્વારા કોવિડ-19 સંક્રમિત દર્દીઓ સાથે નિડરતા થી ફરજ બજાવતા કર્મચારીઓ ને દિવાળી શુભેચ્‍છા ભેટ

દિવાળી પહેલા દિવાળી ઉજવવામાં આવી. હાલ દેશ તથા દુનિયા માં કોવિડ-19 મહામારી એ કહેર વરસાવેલ હોય, તથા સમગ્ર વિશ્વ આ મહામારી ના ભય ઓથારથી જીવી રહયુ છે. આવા કોરોનાકાળ માં મેડીકલ – પેરા મેડીકલ કર્મચારીગણ પોતાના તેમજ પોતાના પરિવાર ની ચિંતા કર્યા વગર કોવિડ-19 સંક્રમિત દર્દીઓ સાથે રહી તેમની સારવાર – સેવા કરી રહયા છે. ઘણા
કર્મચારીઓ આ સેવાયજ્ઞ માં સંક્રમિત પણ થયેલ છે તેમ છતાં પણ હિંમત હાર્યા વગર ફરી નવા જોશ તથા નવી આશા સાથે કોવિડ-19 સંક્રમિત દર્દીઓની સેવામાં જોડાઈ જાય છે. દેશના સૈનિકો ની જેમ આ પડકારજનક સમય (કોરોના કાળ) માં અડગ- અડીખમ ઉભા રહી કોવિડ-19 સંક્રમિત દર્દીઓ નો ઈલાજ કરનાર આપણા કોરોના વોરીયર્સ મેડીકલ – પેરા મેડીકલ સ્‍ટાફ નો હદય પૂર્વક આભાર માનવા તથા તેમની આ સેવા ને બિરદાવવા ટીમ અમરેલી ફરી ગત તા.13/11/ર0ર0 ના રોજ દિવાળી પહેલા દિવાળી ઉજવી દિવાળી ની શુભેચ્‍છા સ્‍વરૂપે ભેટ આપી તેઓ ની કામગીરીને બિરદાવવામાં આવેલ. અમરેલી જિલ્લાની તમામ હોસ્પિટલો, સિવિલ હોસ્પિટલ – અમરેલી, રાધિકા હોસ્પિટલ – અમરેલી, એલ.ડી. ધાનાણી હોસ્પિટલ – અમરેલી,
હોમિયોપેથિક કોલેજ – અમરેલી તેમજ કોવિડ હોસ્પિટલ – સાવરકુંડલા અને રાજુલા ખાતે દિવાળી ના આગળના દિવસે અમરેલી ટીમ દ્વારા રૂબરૂ મુલાકાત લઈ આ રીઅલ કોરોના વોરીયર્સને સ્‍નેહ ભેટ પ્રદાન કરી પ્રોત્‍સાહીત કરવામાં આવેલ. આ કાર્યક્રમ ને સફળ બનાવવા નાયબ ઈજનેર કે.બી.પોંકિયા, બી.બી.પટેલ, એન.એમ.ભવાણી, સી.એલ.ઠેસીયા,સી.એન.સરવૈયા, એ.બી.જાની, વી.સી.ચૌધરી, એસ.પી.બોરડ, કે.કે.સોલંકી, એમ.એમ.ચૌધરી, આર.એ.બલાઈ વગેરે એ ભારે જહેમત ઉઠાવેલ હતી

Follow Me:

Related Posts