fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 19 કેસઃ કુલ 2933 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં આજે 19 પોઝિટિવ કેસ નોંધાયા. છેલ્લા ચાર દિવસમાં 70 પોઝિટિવ કેસ નોંધાયા.

આજે 19 પોઝટિવ કેસ નોંધાયા 12 ડિસ્ચાર્જ
અમરેલી જિલ્લામાં દિવાળી બાદ કોરોના પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે. છેલા ચાર દિવસમાં કુલ 70 પોઝિટિવ કેસોનો ચિંતાજનક વધારો થયો. લોકો માસ્ક પહેરીને બહાર નીકળે તેમજ સોશ્યલ ડિસ્ટનસિંગ નું પાલન અચૂક કરે. આજ તા.20 નવેમ્બરના રોજ કોવિડ-19ના અમરેલી જિલ્લામાં વધુ 19 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 111 દર્દીઓ છે. આજે 12 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલમાથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 34 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2933 પર પહોંચી છે.

Follow Me:

Related Posts