fbpx
અમરેલી

અમરેલીમાં HIV પાેઝિટીવ દર્દી બહેનાેને ન્યુટ્રીશન કિટનું વિતરણ

અમરેલીમા રાેટરી કલબ અાેફ અમરેલી દ્વારા અેડીઅેનપી સંસ્થા સાથે જાેડાયેલ અેચઅાઇવી પાેઝીટીવ વિધવા મહિલા દર્દીઅાેને ન્યુટ્રીશન કિટનુ વિતરણ કરાયુ હતુ. અમરેલીમા રાેટરી કલબ અાેફ અમરેલી દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યાે કરવામા અાવી રહ્યાં છે. ત્યારે કલબ દ્વારા અેડીઅેનપી સંસ્થા સાથે જાેડાયેલ અેચઅાઇવી પાેઝીટીવ મહિલા દર્દીઅાેને ન્યુટ્રીશન કિટનુ વિતરણ કરાયુ હતુ.

અા તકે રાેટરી કલબના પ્રમુખે જણાવ્યું હતુ કે અા સંસ્થા જે કાર્ય કરે છે તે દર્દીઅાેને પ્રેમ, હુંફ અને સમાજની લાગણીઅાેની જરૂર હાેય ત્યારે દરેક પર્વમા તેમજ જયારે જરૂર જણાય ત્યારે સંસ્થાઅાે અાગળ અાવી સેવાકીય કાર્યાે થકી દર્દીઅાેના જીવનમા પ્રાેત્સાહન પુરૂ પાડે તે અાવશ્યક છે. અા તકે વિનુભાઇ રતનધાયરા, ભાવિનભાઇ અડાલજા, પંચાલ, હસમુખભાઇ પટેલ, ભરતભાઇ હિંગુ, ચંદ્રેશભાઇ ધાેળકીયા, લાલજીભાઇ પાેકાર, વસંતભાઇ પેથાણી તરફથી ન્યુટ્રીશન કિટ અપાઇ હતી. અા પ્રસંગે તમામ સભ્યાે પણ ઉપસ્થિત રહ્યાં હતા.

Follow Me:

Related Posts