fbpx
અમરેલી

ચીખલીમાં ઉછીના નાણાં મુદે યુવકને 3 શખ્સોએ મારમાર્યાે

સાવરકુંડલા તાલુકાના ચીખલી ગામે રહેતા અેક યુવકને ઉછીના નાણા મુદે બાેલાચાલી કરી ત્રણ શખ્સાેઅે લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડતા અા બારામા તેની સામે સાવરકુંડલા તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાઇ છે.

ચીખલી ગામે રહેતા મહેશભાઇ ભાવેશભાઇ વાઘમશી નામના યુવકે સાવરકુંડલા તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે વિક્રમભાઇ પ્રાગજીભાઇ કાતરીયાને દવાખાનામા સારવાર માટે અાપેલ ઉછીના રૂપિયા 3500ની ઉઘરાણી કરતા તેઅાેને સારૂ ન લાગતા બાેલાચાલી કરી હતી. લાલજીભાઇ કાતરીયા લાકડી લઇ ધસી અાવ્યા હતા અને પ્રાગજીભાઇઅે પણ ગાળાે અાપી મારમારી ઇજા પહાેંચાડી હતી.

અા ઉપરાંત મહેશભાઇના પત્ની સાેનલબેનને પણ મારમારી ઇજા પહાેંચાડી હતી. જયારે રીનાબેન લાલજીભાઇ કાતરીયાઅે વળતી નાેંધાવેલી પાેલીસ ફરિયાદમા જણાવ્યું હતુ કે સાેનલબેન, ગાેદાવરીબેન, ભાવેશભાઇ, નિલેશભાઇ અને મહેશભાઇઅે બાેલાચાલી કરી પથ્થર વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts