fbpx
અમરેલી

અમરેલી પોલીસ અધિક્ષકને પેન્સિલ સ્ક્રેચ અર્પણ

ધારી તાલુકાના ખીચા ગામના વતની, શ્રીજી વિદ્યાર્થી ભુવન અમરેલીના ભૂતપૂર્વ વિદ્યાર્થી, સુરત સ્થિત સંદિપ જોધાણીએ અમરેલીના જાંબાઝ પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય સાહેબને તેના ચહેરાનો સ્વ હસ્તે દોરેલ આબેહૂબ પેન્સિલ સ્કેચ આપી સન્માન કર્યું હતું. એસ.પી. સાહેબ પેન્સિલ આર્ટથી ખુશ થયા હતાં. આ તકે અમરેલીના જાણીતાં સેવાભાવી તબીબ ડૉ. કાનાબાર સાહેબ, યુવા અગ્રણી દિપકભાઈ વઘાસિયા, સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી ઉપસ્થિત રહ્યા હતાં.

Follow Me:

Related Posts