fbpx
અમરેલી

પૂર્વમંત્રી બાવકુભાઈઉંઘાડનાં પ્રયત્‍નોથી વડીયાનાં સ્‍ટેશન રોડ પર ખેડૂતોની એલ.ટી. લાઈનની સમસ્‍યા દૂર

વડીયાથી અમરનગર રોડ પર આવેલા ખેતરોમાંથી ઈલેવન કેવી લાઈનના વીજ વાયર પસાર થાય છે. આ વાયર પણ ખૂબ નીચા હોવાથી ખેતરમાં ખેડૂતોને ખૂબ મુશ્‍કેલી અનુભવાય છે. નીચા વીજ વાયરના કારણે ખેતી કામ સમયે અને ચોમાસામાં સતત વીજ શોક લાગવાનો ડર સામે ઉભો રહે છે. આ વીજ વાયરથી અકસ્‍માત થવાની શકયતા વધુ હોય આ બાબતે અનેકવાર વીજ તંત્રને રજૂઆત કરતા પ્રશ્‍નનો ઉકેલ ના આવતા આ વિસ્‍તારમાં ખેતરો ધરાવતા ખેડૂતો દ્વારા પૂર્વ મંત્રી ઉંઘાડને રજૂઆત કરતા તેમના દ્વારા ઉપલી કક્ષાએ અને અધિકારીઓને રજૂઆત કરતા આ એલટી વીજ વાયરના પ્રશ્‍નોનું નિરાકારણ આવતા આ વિસ્‍તારના ખેડૂતોનો પડતર પ્રશ્‍ન પૂર્ણ થતા ખેડૂતોએ પૂર્વ મંત્રી ઉંઘાડનો આભાર માન્‍યો હતો.

Follow Me:

Related Posts