fbpx
અમરેલી

મુંબઈ થયેલા 26/11 ના આતંકી હુમલાની આજે 12મી એનિવર્સરી. અમરેલીના સદભાવના ગ્રુપ તથા અન્ય સંસ્થાઓ દ્વારા વિર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી.

વર્ષ 2008માં 26 નવેમ્બરના મુંબઈ ખાતે ભયંકર મોટો આતંકવાદી હુમલો થયેલો તેમાં ઘણા વિર જવાનોએ શહીદ વહોરી હતી. આજે દેશના તમામ નાના મોટા શહેરોમાં વિર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ત્યારે અમરેલીની સેવાભાવી સંસ્થા સદભાવના ગ્રુપ તથા અન્ય સંસ્થાઓ દ્વારા રાજકમલ ચોક ખાતે આવેલ શહિદ સ્મારક ખાતે શહીદોને મીણબત્તી પ્રગટાવી તેમજ પુષ્પ ચડાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે સદભાવના ગ્રુપના અજિતભાઈ ઘોરી તેમજ અન્ય સંસ્થાઓ ના આગેવાનો, કાર્યકરોએ શ્રધ્ધાંજલી અર્પી હતી.

Follow Me:

Related Posts