fbpx
અમરેલી

કોવિડ-19 ને કારણે લગ્ન મંજુરીની પ્રક્રિયા સરળ અને ઝડપી કરવાની માંગ કરતા : તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

તાજેતર માં જ સમગ્ર વિશ્વમાં કોવિડ-19 ની મહામારીના
કારણે માનવ જીવન અસ્‍ત- વ્‍યસ્‍ત થઈ ગયું છે, આ મુશ્‍કેલીના સમયગાળામાં
હાલ લગ્નની સીઝન પણ શરૂ થઈ છે, આ મહામારીના કારણે સરકાર
દ્રારા લગ્ન કરવા માટે મંજુરી લેવી આવશ્‍યક છે, જેથી જેના ઘરે
લગ્નપ્રસંગ હોય તે વ્‍યકિતએ વહીવટીતંત્રની મંજુરી સંબંધીત
કચેરીએથી ફરજીયાત મેળવવી પડે છે, અને જો ના મેળવે તો
વહીવટીતંત્ર દ્રારા કાયદેસરની કાર્યાવાહી હાથ ધરવામાં આવે છે,
જો વહીવટીતંત્ર દ્રારા આ સમયગાળામાં લગ્ન કરવા માટેની પ્રક્રિયા
સરળ અને ઝડપીબનાવવામાં આવે તો લોકોને મુશ્‍કેલી વેઠવી પડે
નહી અને મંજુરી સરળતાથી મળી રહે તેવી માંગ અમરેલી તાલુકા
કોંગી પ્રમુખ મનીષ ભંડેરીએ કરી છે.

Follow Me:

Related Posts