fbpx
અમરેલી

ડાયનેમિક ગૃપ દ્વારા એનસીયુઆઈના ચેરમેન દિલીપ સંઘાણીનું સન્માન કરાયું

રાષ્ટ્રીય સહકારી આગેવાન અને ખેડૂત નેતા શ્રી દિલીપભાઈ સંઘાણી નેશનલ કો – ઓપરેટીવ યુનિયનના ચેરમેન બનવાથી સહકારી પ્રવૃતિમાં રાષ્ટ્રીય કક્ષાએ એક નવું જ પરિવર્તન તથા ગતિ આવશે – અરેશ બાવીશી , પ્રમુખ ડાયનેમિક ગૃપ – અમરેલી . અમરેલીના પનોતા ખેડૂત નેતા , રાષ્ટ્રીય સહકારી આગેવાન , નાફસ્કોબના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણીએ નેશનલ કો – ઓપરેટીવ યુનિયન ઓફ ઈન્ડિયાની ચેરમેનની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરીને રાષ્ટ્રીય મહાસંઘના ચેરમેન તરીકે વરણી પામીને વતન અમરેલી આવતા તેમની સહકારી ક્ષેત્રમાં રાષ્ટ્રીય સિધ્ધી બદલ ડાયનેમિક ગૃપ – અમરેલી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું . આ તકે ડાયનેમિક ગૃપના પ્રમુખ હરેશભાઈ બાવીશી , ગૃપના ટ્રસ્ટી અને માર્કેટયાર્ડના ડાયરેકટર ચતુરભાઈ ખૂંટ , અગ્રણી ઉદ્યોગપતી હીરેનભાઈ બાંભરોલીયા , રાજુભાઈ ગઢીયા , યુવા આગેવાન જય વઘાસિયા ( જ.કે. મોટા આંકડીયા ) વિ.એ શ્રી દિલીપભાઈને બુકે , હાર , શાલથી સન્માનિત કરીને રાષ્ટ્રીય ફલક પર અમરેલી અને ગુજરાતનું ગૌરવ વધારવા બદલ અભિનંદન આપ્યા હતા , આ તકે ડાયનેમિક ગૃપના પ્રમુખ હરેશ બાવીશીએ જણાવ્યું હતું કે , દિલીપભાઈ સંઘાણીને રાષ્ટ્રીય સહકારી મહાસંઘમા ચેરમેનનું પદ મળવાથી આગામી દિવસોમાં સહકારી પ્રવૃતિમાં એક નવું જ પરિવર્તન તથા ગતિ આવશે તે વાત ચોકકસ છે .

Follow Me:

Related Posts