fbpx
અમરેલી

ગ્રામ પંચાયત વિસ્તારના રોડ – રસ્તાના સમારકામ માટેનો મુદત વધારો કરાવતા સાસદ નારણભાઈ કાછડીયા અને જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા

કલેકટર તરફથી કરવામા આવેલ પરિપત્રની ગત હવે આગામી તા . ૩૧/૧/૨૦૨૧ સુધી સરપંચઓ તા . ૩૧ / ૧૦ / ૨૦૨૦ ના રોજ મુદત પૂરી થયેલ હતી . રસ્તાઓના સમારકામ માટે માટી / મોરમ ઉપાડી શકશે અમરેલી જીલ્લામાં ચોમાસાની ઋતુ દરમ્યાન આ વર્ષે સીઝનનો ૧૬૯ ટકા વરસાદ થવાને લીધે સમગ્ર જીલ્લાના રોડ રસ્તાઓ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તાઓ ખુબ જ ખરાબ થઈ ગયેલ હતા . જેથી સરપંચઓને આવા રસ્તાઓના સમારકામ માટે સાદી માટી / મોરમ ઉપાડવા માટે કલેકટર તરફથી કરવામા આવેલ પરિપત્રની સમય મયાઁદા તા . ૩૧/૧૦/૨૦૨૦ સુધીની હતી . આ સમય મયૉદા પૂર્ણ થઈ જવા છતા હજુ સમગ્ર જીલ્લામાં ઘણા ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓન સમારકામ બાકી રહી જવા પામેલ હોવાને લીધે લોકોને ખુબ જ અગવડતાઓ પડતી હોવા અંગેની અને અકસ્માતની ભીતી હોવા બાબતની સ્થાનિક આગેવાનો અને સરપંચઓની રજૂઆત મળતા સાસદ નારણભાઈ કાછડીયા અને જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાએ કલેકટર આયુષકુમાર એક અને ભુસ્તરશાસ્ત્રી મહર્ષિ વ્યાસને ભલામણ કરતા કલેકટરએ તાત્કાલીક તેમના તા . ૧૭ / ૯ / ૨૦૨૦ ના પરિપત્રને રીવાઈઝડ કરી આજ તા . ૨ / ૧૧ / ૨૦૨૦ ના નવો હુકમ કરેલ છે . આ હુકમ અન્વયે ગ્રામ્ય રોડ – રસ્તાઓના સમારકામ માટે સરપંચઓ આગામી તા . ૩૧/૧/૨૦૨૧ સુધી નિયત નમૂના અને અગાઉની શરતોને આધિન સાદી માટી / મોરમ ઉપાડી શકશે તેમ સાસદ નારણભાઈ કાછડીયા અને જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાએ જણાવેલ છે

Follow Me:

Related Posts