fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 23 કેસઃ કુલ 3078 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં કોરનાનું સંક્રમણ ભયજનક. લગ્નસરા મેળવડા શરૂ થઈ ગયા હોય લોકો ખાસ સાવચેત રહે. આજે 23 પોઝિટિવ કેસ નોંધાયા સામે 14 દર્દીઓ ડિસ્ચાર્જ.

આજે 23 પોઝટિવ કેસ નોંધાયા 14 ડિસ્ચાર્જ માસ્ક ફરજીયાત પહેરો અને પોતાનું અને પરિવારનું જીવન સુરક્ષિત રાખો. અમરેલી જિલ્લામાં કોરોના નું સંક્રમણ ભયજનક રીતે વધતું જાય છે. હાલ લગ્નસરાની સિઝન શરૂ થઈ હોવાથી મેળાવડામાં લોકો કોરોનાની ગાઈડ લાઈનનું અવશ્ય પાલન કરે માસ્ક પહેરીને બહાર નીકળે અને સોશ્યલ ડિસ્ટનસિંગનું ચોક્કસ પાલન કરે. લોકોએ કોરોના સંક્રમણ અંગે ખાસ સાવચેત અને ગંભીર રહેવું પડશે. હાલ પોઝિટિવ કેસોમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.

હાલ છેલ્લા દિવસોમાં પોઝિટિવ કેસમાં રિકવરી રેટ પણ ખૂબ ઘટી ગયો છે. આજ તા.27 નવેમ્બરના રોજ કોવિડ-19ના અમરેલી જિલ્લામાં વધુ 23 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 189 દર્દીઓ છે. આજે 14 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 34 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 3078 પર પહોંચી છે.

Follow Me:

Related Posts