fbpx
અમરેલી

સાસદ નારણભાઈ કાછડીયાના અધ્યક્ષ સ્થાને BSNL કચેરી ખાતે TAC ની બેઠક યોજાઈ

સાસદએ જીલ્લાના ૨૩ ગામોમા બી.એસ.એન.એલ.ના નવા ટાવરો માટે સરકારમા દરખાસ્ત કરાવી આજ તા . ૨૮ / ૧૧ / ૨૦૨૦ ના રોજ બી.એસ.એન.એલ. કચેરી ખાતે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના અધ્યક્ષ સ્થાને ટેલીફોન એડવાઈઝરી કમીટીની બેઠક યોજાયેલ હતી . જેમાં કમીટીના સભ્યો મગનભાઈ કાનાણી અને અલ્કાબેન ગોડલીયા , જનરલ મેનેજર પી.કે.ધોરે , ડે.જનરલ મેનેજર કે.જે.માળી , આસી . જનરલ મેનેજર એ.એસ.સિહ અને જે.સી.પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા . આ બેઠકમાં કેન્દ્ર સરકાર તરફથી વિભિન્ન ૨૦૦ થી ૨૫૦ પારામીટરની સમિક્ષાને અનુસધાને અમરેલી જીલ્લાનો સમગ્ર રાજયમાં પ્રથમ ક્રમાક આવતા સાસદશ્રીએ અમરેલી બી.એસ.એન.એલ. વિભાગના તમામ અધિકારીઓને અભિનંદન પાઠવેલ હતા . સાસદએ અમરેલી જીલ્લામા લોકોને બી.એસ.એન.એલ.નુ નેટવકૅ વધુને વધુ મળી રહે તે માટે ૨૩ ગામોમા નવા બી.એસ.એન.એલ. ટાવરોનો સરકારમા દરખાસ્ત કરાવેલ છે . ઉપરાંત આ બેઠકમાં સાસદશ્રીએ જીલ્લામાં અવેલેબલ અને ઘટતા કેબલ્સ , મટીરીયલ્સ અને મશીનરી અગે પણ જરૂરી સમિક્ષા કરેલ હતી અને જીલ્લામા કવરેજ વિહોણા ગામોને કોઈપણ રીતે નેટવકૅ મળી રહે તે માટે અગ્રતા આપવા પણ ઉપસ્થિત અધિકારીશ્રીઓને જણાવેલ હતુ .

Follow Me:

Related Posts