fbpx
અમરેલી

અધિક મદદનિશ ઈજનેર , વર્ગ -૩ ( હાલ વયનિવૃત ) , ધાતરવડી સીંચાઇ યોજના , રાજુલા , અમરેલીના | અધિકારી વિરુધ્ધ રૂ .૧૭,૩૩,૭૭૫ / – અને ૯૭.૭૧ % ની અપ્રમાણસર મિલ્કત લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા કેસ

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ -૧૯૮૮ ના સુધારા અધિનીયમ ૨૦૧૮ અંતર્ગત સરકારી અધિકારી / કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર રીત રસમો અપનાવી કે સત્તાનો દુરઉપયોગ કરી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સંપત્તિ એકત્રિત કરવાના તેમજ પોતાના સગા – સબંધી કે સ્નેહીજનોના નામે સ્થાવર / જંગમ મિલકતોમાં રોકાણ કરવા બાબતે બેનામી સંપત્તિ અંગેના ધી પ્રોહિબીશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાન્જકશન એક્ટ -૧૯૮૮ ( સુધારા તા .૩૧ / ૧૦ / ૨૦૧૮ ) અંગેના વધુમાં વધુ કેસો શોધી કાઢવા બ્યુરો દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે . આક્ષેપિત કાળુભાઇ શાદુળભાઇ રામ , અધિક મદદનિશ ઈજનેર , વર્ગ -૩ ( હાલ વયનિવૃત ) , ધાતરવડી સીંચાઇ યોજના , રાજુલા , અમરેલીનાઓએ રાજય સેવક તરીકે હોદા , વર્ગ અને કાયદેસરની ફરજના ભાગરૂપે મળતા પગાર અને ભથ્થા ઇત્યાદી કાયદેસરની આવકના પ્રમાણમાં અપ્રમાણીક રીતે ભ્રષ્ટ રીતરસમોથી કરોડો રૂપિયાની જમીનો મિલ્કતો અને સાધનો પોતાના તેમજ પોતાના પરીવારના સભ્યોના નામે ખરીદ કરેલ હોવા અંગેના આક્ષેપો બાબતની અરજી અત્રેની કચેરીને મળેલ . આક્ષેપિત કાળુભાઇ શાદુળભાઇ રામ , અધિક મદદનિશ ઈજનેર , વર્ગ -૩ ( હાલ વયનિવૃત ) , ધાતરવડી સીંચાઇ યોજના , રાજુલા , અમરેલીનાઓની અપ્રમાણસર મિલ્કતો વસાવ્યા અંગે પ્રાથમિક તપાસ કરવામાં આવેલ . આક્ષેપિત વિરુધ્ધ પ્રાથમીક તપાસ દરમિયાન આક્ષેપિત કાળુભાઇ શાદુળભાઇ રામ તથા તેમના પરીવારના સભ્યોના મિલ્કત સબંધી દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાઓ અને વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહીતી મેળવવામાં આવેલ . તેમના નાણાંકીય વ્યવહારોનું વિશ્લેષણ એ.સી.બી.ના નાણાંકીયા સલાહકાર દ્વારા કરવામાં આવેલ . અપ્રમાણસર મિલ્કતના કેસોમાં નામદાર ગુજરાત હાઈકોર્ટના દિશાનિર્દેશ તથા સી.બી.આઇ. ગાઇડલાઇન મુજબના એ – બી – સી – ડી પત્રક તથા આવક – ખર્ચ અંગેનુ ગ્રાફીકલ પ્રેઝન્ટેશન ( Data Visualization in Graphical Representation of Money Transaction and assets acquisition to prove nexus theory of the accused ) તૈયાર કરી , નાણાંકીય સલાહકાર દ્વારા ફોરેન્સીક એકાઉન્ટીંગ કરી નાણાકીય વ્યવહારોનું વિગતવારનું વિશ્લેષણ કરવામાં આવે છે . આક્ષેપિત કાળુભાઇ શાર્દુળભાઇ રામ , અધિક મદદનિશ ઈજનેર , વર્ગ -૩ ( હાલ વયનિવૃત ) , ધાતરવડી સીંચાઇ યોજના , રાજુલા , અમરેલીનાઓ વિરૂદ્ધની અપ્રમાણસર મિલકતો અંગે પ્રાથમિક તપાસ કરી આક્ષેપિતની સેવા વિષયક દસ્તાવેજી માહિતી , આક્ષેપિત તથા તેઓના પરિવારજનોની સ્થાવર / જંગમ મિલકતો સબંધીદસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરવામાં આવેલ . જેમાં પોતાના હોદ્દાની રૂએ ફરજ દરમ્યાન કાયદેસરની આવકના દેખીતા સાધનોમાંથી થયેલ કુલ આવક રૂ .૭૧,૪૪,૫૧૬ / – ( અંકે ઈકોતેર લાખ ગુમાલીસ હજાર પાંચસો સોળ રૂપીયા પુરા ) ની સામે તેઓએ કરેલ કુલ ખર્ચ / રોકાણ રૂ .૧,૩૮,૭૮,૨૯૧ / – ( અંકે એક કરોડ આડત્રીસ લાખ ઈઠોતેર હજાર બસો એકાણું પુરા ) થયેલ છે . જેથી તેઓ દ્વારા રૂ .૧૭,૩૩,૭૭૫ / – ( અંકે સડસઠ લાખ તેત્રીસ હજાર સાતસો પંચોતેર રૂપિયા પુરા ) ની વધુ અપ્રમાણસર મિલકતો વસાવેલાનું જણાયેલ છે . જે તેઓની કાયદેસરની આવકની સરખામણીમાં ૯૭.૭૧ % ( સત્તાણું પોઈન્ટ ઇકોતેર ટકા ) જેટલી વધુ છે . આક્ષેપિતનાઓ દ્વારા ચેક પીરીયડ તા .૦૧.૦૪.૨૦૦૫ થી તા .૩૧.૦૩.૨૦૧૩ સુધીના સમયગાળામાં કુલ રૂ .૨૨,૦૦,૨૦૦ / – ( અંકે બાવીસ લાખ બસો રૂપિયા પુરા ) ની રોકડ રકમ તેમના જુદા જુદા બેંક એકાઉન્ટોમાં જમા કરાવેલ છે . આક્ષેપિત દ્વારા રોકડ રકમથી રૂ .૧૧,૧૧,૩૨૩ / – ( અંકે એકસઠ લાખ અગિયાર હજાર ત્રણસો તેવીસ રૂપિયા પુરા ) પોતાના અને આતોના નામે સ્થાવર / જંગમ મિલ્કત ખરીદી ખર્ચ પેટે અને અન્ય ખર્ચ તથા રસોડા ખર્ચ કરી ચુકવણી કરેલ છે . ચેક પીરીયડના સમયગાળા દરમિયાન બેંક ખાતાઓમાંથી ઉપાડેલ રોકડ રકમ રૂા .૭૦,૬૫,૩૩૯ / – ( અંકે સિત્તેર લાખ પાસઠ હજાર ત્રણસો ઓગણચાલીસ રૂપિયા પુરા ) છે . આક્ષેપિતનાઓ વિરૂદ્ધ તપાસ કરનાર અધિકારી આર.એન.દવે , પો.ઇ. એ.સી.બી. અમરેલી પો.સ્ટે . , અમરેલીનાઓએ સરકાર પક્ષે ફરિયાદી બની ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ ૧૯૮૮ ( સુધારા કલમ ૨૦૧૮ ) ની કલમ ૧૩ ( ૧ ) ( બી ) તથા ૧૩ ( ૨ ) મુજબ ગુનો દાખલ કરાવેલ છે . લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ -૧૯૮૮ ના સુધારા અધિનીયમ ૨૦૧૮ અંતર્ગત સરકારી અધિકારી / કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર રીત રસમો અપનાવી કે સત્તાનો દુરઉપયોગ કરી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં અપ્રમાણસર મિલ્કત વસાવવા અંગેના વર્ષ ૨૦૨૦ માં પ્રસ્તુત ગુના સહિત કુલ – ૨૯ ગુના દાખલ થયેલ છે . જેમાં વર્ગ -૧ ના ૩ , વર્ગ -૨ ના ૮ અને વર્ગ -૩ ના ૧૮ એમાં કુલ – ૨૯ આરોપી વિરુધ્ધ કુલ રૂ .૪૦,૪૭,૩૬,૪૦૦ / – ( અંકે ચાલીસ કરોડ સુડતાલીસ લાખ છત્રીસ હજાર ચારસો રૂપીયા પુરા ) ની અપ્રમાણસર મિલ્કત વસાવ્યા બાબતેના ગુના એ.સી.બી. દ્વારા દાખલ કરવામાં આવેલા છે . જેમાં ગુજરાત સરકારના વિભાગવાઇઝ અપ્રમાણસર મિલકતના કેસોમાં GLDC – ૮ , શહેરી વિકાસ -૩ , રેવેન્યુ -૩ , PWD – ૨ , GPCB – ૨ , પોલીસ -૧ , શિક્ષણ –૧ , પંચાયત -૪ , સિંચાઈ વિભાગ -૨ , ખાણ અને ઉદ્યોગ -૧ , આરોગ્ય -૧ વન અને પર્યાવરણ -૧ છે . આ ઉપરોક્ત કેસ અંગે તથા અન્ય કોઇ સરકારી અધિકારી / કર્મચારીની અપ્રમાણસર મિલકતો તથા બેનામી મિલકતો ( જેવી કે ખેતીની જમીન , પ્લોટ , મકાન , ઓફીસ , દુકાન , વાહન , બેન્ક લોકર , બેન્ક એકાઉન્ટ વિગેરે ) તથા જેમના નામે બેનામી મિલકતો વસાવવામાં આવેલ છે તેવા ઇસમોની સચોટ અને વિસ્તૃત માહિતી અંગેની તથા સરકારી અધિકારી / કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા મની લોન્ડરીંગ અંગેના વ્યવહારોની જાણ એસીબી કચેરીના ટોલ ફ્રી નં .૧૦૬૪ , ફોન નં . ૦૭૯-૨૨૮૬૦૩૪૧ / ૪૨ / ૪૩ , ફેક્સ નં.૦૭૯-૨૨૮૬૯૨૨૮ , ઈ – મેઈલઃ astdir – acb – f2 @ gujarat . gov.in , વ્હોટસએપ નં .૯૦૯૯૯૧૧૦૫૫ ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન અત્રે રૂબરૂ પણ સંપર્ક કરવા તથા CD દ્વારા અથવા પેનડ્રાઇવમાં પણ માહિતી મોકલવા નાગરિકોને આહવાન કરવામાં આવે છે .

Follow Me:

Related Posts