આજે ૩ ડિસેમ્બરના વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે દિવ્યાંગોને લગતી યોજનાઓનો લાભ લેવા અનુરોધ
દર વર્ષે ૩ ડિસેમ્બરનાં રોજ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી ‘Building Back Better : toward a disability inclusive, accessible and sustainable post COVID – 19 World’ ની થીમ સાથે કરવામાં આવી રહી છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકારનાં સમાજ સુરક્ષા ખાતા દ્વારા ડિજિટલ ઇન્ડીયાને પ્રોત્સાહન મળે અને દિવ્યાંગો ઘર બેઠા દિવ્યાંગ કલ્યાણને લગતી યોજનાઓની અરજી ઓનલાઈન કરી શકે તે માટે https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરી શકશે. જેમાં દિવ્યાંગ સાધન સહાય યોજના, દિવ્યાંગ એસ.ટી.બસ પાસ યોજના, દિવ્યાંગથી દિવ્યાંગ લગ્ન સહાય યોજના, સંત સુરદાસ યોજનાનો લાભ લઈ શકે છે. જેથી ૩જી ડિસેમ્બરનાં રોજ વિશ્વ દિવ્યાંગ દિવસનાં ઉજવણીના ભાગ રૂપે દિવ્યાંગ વ્યક્તિઓ ઉપરોક્ત યોજનાઓનો લાભ લેવા સમાજ સુરક્ષા ખાતા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
Recent Comments