અમરેલી : સંવેદન ગૃપ દ્વારા 74મું ચક્ષુદાન લેવાયું

અમરેલીનાં જશોદા નગરમાં વસતા સુરગવાળા હાઈસ્કૂલ વડિયાનાં નિવૃત શિક્ષક અર્જુનભાઈ રામભાઈ ભુવા (ઉ.વ. 73)નું તા. 3/1ર/ર0ને ગુરૂવારનાં રોજ અવાસન થતાં તેમના શિક્ષિત પુત્રો રાજેન્દ્રકુમાર એ. ભુવા (શિક્ષક, રાજકોટા) તેમજ હિરેનભાઈ એ. ભુવા (એસ.ટી. ડ્રાઈવર, અમરેલી)એ સ્વર્ગસ્થની ઈચ્છા મુજબ નેત્રદાનનો નિર્ણય કર્યો. તેઓએ નેત્રદાન માટે કમલેશભાઈ ગરાણીયા તથા ભરતભાઈ ગરાણીયાના માઘ્યમથી ચક્ષુદાન માટે કાર્યરત જાણીતી સેવાભાવી સંસ્થા સંવેદન ગૃપનો સંપર્ક કર્યો હતો. આ ચક્ષુદાન સ્વીકારવા માટે સંસ્થાના પ્રમુખ વિપુલ ભટ્ટી, મંત્રી મેહુલ વાઝા સાથે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ, કૂજૈલા અંસારી, મોહસીન બેલીમ, દર્શન પંડયા તથા મીત જોષીએ સેવા આપી હતી. ભુવા પરિવારે સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડયું હતું. આ પક્ષુદાન બે અંધજનોના જીવનમાં રોશની લાવશે. વૈશ્વિક મહામારી કોરોનાને કારણે છેલ્લા નવ મહિનાથી ચક્ષુદાન પ્રવૃત્તિ બંધ હતી. ચક્ષુદાતાના મૃત્યુનું કારણ, ડોકટર વિઝીટ તેમજ સરકારની માર્ગદર્શિકા મુજબ આ ચક્ષુદાન સ્વીકારવામાં આવ્યું હતું. તેમ સંવેદન ગૃપનીઅખબારી યાદીમાં જણાવેલ છે.
Recent Comments